Jammu and Kashmir

કેન્દ્રીય સુરક્ષાદળો માટે પડકાર બનનાર હાઈબ્રિડ આતંકીઓ કોણ છે?

જમ્મુકાશ્મીર
જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં માલદેરા વિસ્તારમાં કેન્દ્રીય સુરક્ષાદળ, ૪૪ રાષ્ટ્રીય રાયફલ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં એક હાઈબ્રિડ આતંકીની ધરપકડ કરાઈ. જેની ઓલખ યાવર અહેમદ તરીકે થઈ. આ આતંકી હેફ જેનપોરાનો રહીશ છે. પોલીસના જણાવ્યાં મુજબ અહેમદ આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સાથે જાેડાયેલો છે. બુધવારે પણ પોલીસે કાશ્મીરના શોપિયામાંથી એક વ્યક્તિને હાઈબ્રિડ આતંકી ગણાવીને ધરપકડ કરી. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે પ્રવાસી મજૂરો પર થયેલા હુમલામાં લશ્કર એ તૈયબાને મદદ કરી છે. આખરે આ હાઈબ્રિડ આતંકીઓ કોણ હોય છે અને કઈ રીતે તે સુરક્ષાદળો માટે પડકાર બનેલા છે? હાઈબ્રિડ આતંકીઓ આખરે કોણ હોય છે? હાઈબ્રિડ આતંકી સામાન્ય આતંકી કરતા અલગ હોય છે. તેઓ સામાન્ય જીવન જીવે છે. કોઈ ઘટનાને અંજામ આપે છે અને પછી તેઓ પાછા પોતાની સામાન્ય જિંદગીમાં પાછા ફરી જાય છે. સુરક્ષા એજન્સીઓ માટે તેમને ટ્રેક કરવા અને તેમની ભાળ મેળવવી મુશ્કેલ બની જાય છે. કારણ કે તેઓ સામાન્ય જનતા વચ્ચે રહે છે. તેમના વિરુદ્ધ પહેલેથી પોલીસ પાસે કોઈ રેકોર્ડ પણ હોતો નથી. આવામાં તેઓ સુરક્ષા એજન્સીઓ માટે પડકાર બની રહે છે. આ આતંકીઓ સ્લીપર સેલની જેમ કામ કરે છે. દુશ્મનો આ આતંકીઓનો ઉપયોગ લોકોમાં ભય પેદા કરવા માટે કરે છે. અને સુરક્ષા એજન્સીઓ માટે પડકાર કેમ? જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે પ્રદેશમાં હાઈબ્રિડ આતંકી એક્ટિવ છે જેમનો કદાચ જ કોઈ આતંકી સંલગ્ન કેસ રેકોર્ડ પર હોય. તેઓ પોતાની પહેલી ગતિવિધિ સાથે જ આતંકી બને છે. પોલીસના જણાવ્યાં મુજબ તેઓ પહેલી ઘટના બાદ જ આતંકી બની જાય છે. આતંકી યુવાઓને ભ્રમિત કરીને આતંકના રસ્તે લઈ જાય છે. આવા યુવાઓ પાકિસ્તાનના જાસૂસ તરીકે કામ કરે છે. અને આ બધા સૌથી પહેલા કોણ સામે આવ્યું? તેવી વિષે પણ જાણો. હાઈબ્રિડ આતંકી શબ્દ સૌથી પહેલા ૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ શ્રીનગરમાં બે બિન મુસ્લિમ શિક્ષકોની હત્યા બાદ સામે આવ્યો. આ ઘટનાના આરોપી આતંકી સંગઠન ટીઆરએફ સાથે જાેડાયેલા હતા. જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી સંચિત શર્માએ આ શબ્દોનો સૌથી પહેલા ઉપયોગ કર્યો હતો. અને કોને બનાવે છે નિશાન? અથવા કે આવા ટાર્ગેટ પસંદની પાછળ શું છે કારણ?.. આ આતંકીઓને કોઈ ખાસ ટ્રેનિંગ મળી હોતી નથી. આ લોકો નિર્દોષ લોકોને નિશાન બનાવે છે. તેઓ એવા ટાર્ગેટને પસંદ કરે છે જેમાં જવાબી કાર્યવાહીની શક્યતા ઓછી હોય. હાઈબ્રિડ આતંકીઓ વ્યવસાયી (અલ્પસંખ્યક સમુદાય), કાર્યકરો, સુરક્ષા વગરના રાજનીતિક નેતા અને ઓફ ડ્યૂટી પોલીસકર્મીઓ વગેરેને નિશાન બનાવે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હાઈબ્રિડ આતંકીઓએ નાગરિકોને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધુ છે. તેઓ એકે-૪૭ રાખવાની જગ્યાએ એક નાનકડી પિસ્તોલ ખિસ્સામાં રાખતા હોય છે કારણ કે તેને લઈ જવી સરળ હોય છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *