Jammu and Kashmir

જમ્મુકાશ્મીરના ગુરેઝમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ થતાં બચાવ કામગીરી શરૂ

જમ્મુકાશ્મીર
હેલિકોપ્ટર ગુરેઝના તુલૈલ વિસ્તારમાં નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું કે, હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેના પર ભારતીય સેના અને વાયુસેનાએ તરત જ ગુજરાન નાળા વિસ્તારમાં બચાવ ટીમ મોકલી. ચિત્તા એ સિંગલ એન્જીનવાળું હેલિકોપ્ટર છે. જેમાં મૂવિંગ મેપ ડિસ્પ્લે, ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમ અને વેધર રડાર જેવી મુખ્ય સુવિધાઓનો અભાવ છે. તેની પાસે ઓટોપાયલોટ સિસ્ટમ પણ નથી. જે ખરાબ હવામાનમાં પાઇલટને વિચલિત કરી શકે છે. સેના પાસે ૨૦૦ ચિતા હેલિકોપ્ટરનો કાફલો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ૩૦થી વધુ અકસ્માતો થયા છે. જેમાં ૪૦થી વધુ અધિકારીઓના મોત થયા છે. નવેમ્બર ૨૦૨૧માં સંરક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચિત્તા અને ચેતક હેલિકોપ્ટર સહિત સુરક્ષા દળોના એરક્રાફ્ટ કાફલાની સમય સમય પર સમીક્ષા કરવામાં આવે છે. સરકાર આ હેલિકોપ્ટરને નેવલ યુટિલિટી હેલિકોપ્ટર, સ્વદેશી લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર સાથે બદલવાની યોજના બનાવી છે. જેનું નિર્માણ દ્વારા ” પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું હતું અને રશિયન બનાવટના દ્ભટ્ઠ-૨૨૬્‌ને “બાય એન્ડ મેક (ભારતીય)” ના રૂપમાં બનાવામાં આવ્યું છે.જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં શુક્રવારે ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળોએ બચાવ અભિયાન ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. હેલિકોપ્ટરના ક્રૂને બચાવવા માટે બચાવ ટુકડી બર્ફીલા વિસ્તારમાં પહોંચી ગઈ છે. સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી છે. માનવામાં આવે છે કે પાયલોટ અને કો-પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Jammu-and-Kashmir-LUH-Cheetah-helicopter-Cresh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *