જમ્મુકાશ્મીર
જમ્મુકાશ્મીરના ઉધમપુર જિલ્લામાં શનિવારે સવારે એક ભયાનક અકસ્માત થયો હતો. ઉધમપુરમાં મસોરા વિસ્તાર પાસે એક મિની બસ રસ્તા પરથી લપસીને ખીણમાં પડી જતાં આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલ થયેલા તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો પણ બચાવ કાર્યમાં જાેડાયા હતા. મળતી માહિતી મુજબ, આ બસ બર્મિન ગામથી ઉધમપુર જઈ રહી હતી. પોલીસ અને પ્રશાસનની ટીમ હાલ ઘટનાસ્થળે છે.
