જમ્મુ
જમ્મુના સિધરામાં બે ઘરમાંથી ૬ લોકોની લાશ મળી આવી છે. જેના કારણે સનસનાટી મચી ગઇ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. એક ઘરમાંથી ચાર બોડી અને અન્ય એક ઘરમાંથી ૨ બોડી મળી આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં એક મહિલા તેની બે પુત્રીઓ અને ૨ સંબંધીઓ સામેલ છે. આ લોકોના મોત કેવી રીતે થયા તે જાણવા પોલીસે તપાસ શરુ કરી છે. મહિલાની ઓળખ શકીના બેગમ તરીકે થઇ છે. મૃતકોમાં તેમની બે પુત્રીઓ નસીમા અખ્તર અને રુબીના બાનો અને પુત્ર જફર સલીમ છે. મૃતકોમાં મહિલાના બે સંબંધી નૂર અલ હબીબ અને સજ્જાદ અહમદ સામેલ છે. પોલીસે બધી લાશ પોતાના કબજામાં લઇને ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં મોકલી દીધી છે. આ મામલે તપાસ શરુ કરી દીધી છે. જાેકે પોલીસે હાલ કાંઇપણ કહેવાનો ઇન્કાર કર્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ સામે આવશે.
