જમ્મુકાશ્મીર
લગ્નગાળો તો હાલ ચાલી રહ્યો છે પૂર જાેશમાં ત્યારે ઉત્તર પ્રદેશમાં એક એવો બનાવ આવ્યો સામે કે જાણીને તો સૌ કોઈ ચોંકી ગયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું આ મામલો માનવામાં આવી રહ્યું છે કે આ મામલો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના કટરા પોલીસસ્ટેશન હદના પલિયા દરોબસ્ત ગામનો છે. કે ગામમાં રહેતા રમેશ પાલ સિંહના પુત્ર રિંકુ સિંહના લગ્ન કુશીનગર જિલ્લાના પટાવા પોલીસમથક હદમાં રહેતી કાજલ સાથે થયા હતા. ૨૭મી મેના રોજ જાન દુલ્હનના ત્યાં પહોંચી અને ૨૮મીએ દુલ્હનની વિદાય થઈ અને જાન પરત આવી. બધા થાકીને જ્યાં જગ્યા મળી ત્યાં સુઈ ગયા. આ બધા વચ્ચે અચાનક ૧૧ વાગે લાઈટ જતી રહી. પાવર કટના કારણે ખુબ ગરમી લાગવા માંડી તો દુલ્હેરાજા રિંકુ ધાબે જતો રહ્યો. બીજી બાજુ રિંકુના પરિજનોનો એવો આરોપ છે કે અંધારાનો ફાયદો ઉઠાવીને દુલ્હન સોના ચાંદીના દાગીના સહિત ૧૧ હજાર કેશ, મોબાઈલ અને અન્ય સામાન લઈને રફુચક્કર થઈ ગઈ. મધરાતે ૨ વાગે જ્યારે લાઈટ આવી તો રિંકુ રૂમમાં ગયો પણ પત્ની ગાયબ. ઘરનો મુખ્ય દરવાજાે પણ ખુલ્લો હતો. પત્નીને ફોન કર્યો તો મોબાઈલ બંધ આવતો હતો. સાસરે ફોન કર્યો તો કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. બે દિવસ રાહ જાેઈ પણ દુલ્હન આવી નહીં. હવે આ મામલે જે ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે તે જાણીને નવાઈ પામશો. મીડિયા રિપોર્ટ્સ મુજબ દુલ્હેરાજાના પરિવારનું કહેવું છે કે આ મામલો પ્રેમ પ્રસંગનો છે. દાગીના સાથે ગાયબ થઈ ગયેલી દુલ્હન વિશે પોલીસને જાણ કરી છે. જાે કે પોલીસનું કહેવું છે કે આ મામલે હજુ કોઈ ફરિયાદ મળી નથી.
