Jammu and Kashmir

પુલવામામાં બિહારના મજૂરો પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યું ઃ એકનું મોત થયું અને બે ઈજાગ્રસ્ત

પુલવામા
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ બહારના મજૂરો પર હુમલો કર્યો છે. આતંકીઓએ પુલવામાના ગદૂરા વિસ્તારમાં મજૂરો પર ગ્રેનેડ ફેંક્યું છે. આ આતંકી ઘટનામાં એક મજૂરના મોત થઈ ગયા છે અને બે અન્ય ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી છે. મૃતક મજૂરની ઓળખ બિહારના સકવા પરસા નિવાસી મોહમ્મદ મુમતાઝના રૂપમાં થઈ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તની ઓળખ બિહારના રામપુર નિવાસી મોહમ્મદ આરિફ અને મોહમ્મદ મજબૂલના રૂપમાં થઈ છે, બંને સ્થિર છે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસમાં આ ત્રીજાે આતંકી હુમલો છે. પરંતુ આ પહેલાના હુમલામાં કોઈ નુકસાન થયું નહોતું. આ હુમલા પહેલા પોલીસ પર પણ થયો હતો જેમાં જમ્મુ-કાશ્મીરના અલોચીબાગ વિસ્તારમાં પણ આતંકીઓએ એક પોલીસ દળ પર હુમલો કર્યો હતો, પરંતુ જવાબી કાર્યવાહી થવા પર તે ભાગી ગયા હતા. પાછલા મંગળવારે જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં એક પોલીસ ચોકી પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યું હતું. ગ્રેનેડ પોલીસ ચોકીની છત પર પડ્યું હતું અને તેમાં વિસ્ફોટ થયો. તેમાં કોઈ નુકસાન થયું નહીં. રામબન જિલ્લાના હુમલાને લઈને એડિશનલ પોલીસ કમિશનર મુકેશ સિંહે જણાવ્યુ હતું કે જમ્મુ-કાશ્મીર ગજવની ફોર્સે હુમલાની જવાબદારી લીધી છે. વિશેષ અભિયાન સમૂહ અને સેનાએ આ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સંબંધમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *