જમ્મુકાશ્મીર
જમ્મૂકાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળોને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યાની સફળતા મળી છે. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી પાકિસ્તાની સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા હતા. સુરક્ષાબળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયાર દારૂ ગોળા જપ્ત કર્યા હતા. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મૂ કાશ્મીરના પુલવામામાં માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી સ્થાનિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને લશ્કર સાથે જાેડાયેલા છે. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે સુરક્ષાબળો સાથે અથડામણમાં માર્યા ગયેલા આતંકવાદી સ્થાનિક હતા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા હતા. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે. પુલવામામાં સુરક્ષાબળો સાથે અથડામણ દરમિયાન આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. કાશ્મીરના આઇજી વિજય કુમારે જાણકારી આપતાં કહ્યું કે આ ત્રણેય આતંકવાદી સ્થાનિક હતા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા હતા. તેમાંથી એક આતંકવાદીની ઓળખ જુનૈદ શીરગોઝરીના રૂપમાં કરવામાં આવી છે જે જમ્મૂ કાશ્મીરના વિશેષ પોલીસ અધિકારી રેયાઝ અહમદ થોકરની હત્યામાં સામેલ હતો. જમ્મૂ કાશ્મીરના પુલવામામાં અથડામણ દરમિયાન માર્યા ગયેલા અન્ય બે આતંકવાદીની ઓળખ પુલવામા જિલ્લાના નિવાસી ફાજિલ નજીર ભટ્ટ અને ઇરફાન આહ મલિકના રૂપમાં થઇ છે. પોલીસે જાણકારી આપતાં કહ્યું કે તેમની પાસેથી એકે ૪૭ રાઇફલ અને એક પિસ્તોલ, દારૂ ગોળા સહિત આપત્તિજનક સામગ્રી મળી આવી છે. આતંકવાદીઓ વિરૂદ્ધ સુરક્ષાબળોનું શોઘખોળ અભિયાન ચાલું છે.
