જમ્મુકાશ્મીર
બારામુલ્લાના ક્રિરી વિસ્તારના નજીભટ ક્રોસિંગ પાસે સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ પાકિસ્તાની આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા. આ ત્રણેય આતંકીઓ ઘૂસણખોરી કરીને આવ્યા હતા. એક પોલીસકર્મી પણ શહીદ થયો. અત્રે જણાવવાનું કે કાશ્મીરમાં હવે આતંકીઓએ ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું છે. ગઈ કાલે શ્રીનગરના સૌરા વિસ્તારમાં આતંકીઓએ એક પોલીસ કોન્સ્ટેબલને ઘરની બહાર ગોળીએથી વિંધી નાંખ્યો. આ ઘટનામાં પોલીસકર્મી શહીદ થયો અને તેની સાત વર્ષની પુત્રી ઘાયલ થઈ. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી તેની પુત્રીને ટ્યુશન છોડવા જઈ રહ્યો હતો ત્યારે આતંકીઓએ તેને નિશાન બનાવ્યો. આ મહિનામાં ત્રીજા પોલીસકર્મીની આતંકીઓએ હત્યા કરી છે. શ્રીનગરના અનચાર વિસ્તારના ગનઈ મોહલ્લામાં કાદરીનું ઘર આવેલુ છે. ઘરની બહાર જ આતંકીઓએ તેના પર હુમલો કર્યા બાદ કાદરી અને તેની પુત્રીને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં કાદરીનું મોત થઈ ગયું. બાળકીને હાથમાં ગોળી વાગી છે પરંતુ હાલ તેની કન્ડિશન સારી છેજમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે આપેલી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકીઓનો ખાતમો કરાયો છે. જ્યારે આ જમ્મુ કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો છે.
