Jammu and Kashmir

ભૂસ્ખલનથી તૂટેલા બે પૂલોને સેનાએ રાતોરાત ફરીથી બનાવી દીધા

જમ્મુકાશ્મીર
ભૂસ્ખલનના કારણે બાલટાલ માર્ગ પર બે પુલો તણાઇ ગયા હતા. જાેકે અમરનાથ યાત્રા કોઇ મુશ્કેલી ના પડે તે રીતે ચાલુ રાખવા માટે ભારતીય સેનાએ ગુરુવાર અને શુક્રવારે રાત્રે કામ કરીને રેકોર્ડ સમયમાં રાતો-રાત ફરી પૂલ બનાવી દીધા હતા. ૩૦ જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રાની સુરક્ષા અને સુચારું સંચાલન માટે નાગરિક પ્રશાસનની સહાયતા કરી રહેલી ભારતીય સેનાની ચિનાર કોરે આ પુલોને રેકોર્ડ સમયમાં ફરીથી બનાવી દીધા છે. તાપમાનમાં અચાનક વધારો થવાથી બાલટાલ માર્ગ પર કાલીમાતા પાસે નાળામાં પૂર આવ્યું હતું. જેના કારણે ભૂસ્ખલનથી પુલ તણાઇ ગયો હતો. નાગરિક પ્રશાસને નષ્ટ થયેલા પુલને ફરી ચાલુ કરવા માટે ચિનાર કોરને કહ્યું હતું. આ પછી ચિનાર કોરે ઝડપથી આ પુલોને બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ માટે હલિકોપ્ટર, ખચ્ચરોની મદદ લીધી હતી. સૈનિકોએ પણ જાતે જ સામાન ઉંચકીને કામ ઝડપી બનાવ્યું હતું. એન્જીનિયર રેજિમેન્ટે મેન્યુઅલ રૂપથી પુલ માટે સંશાધનો એકઠા કર્યા હતા. આ પછી રેકોર્ડ સમયમાં ચિનાર કોરની ૧૩ એન્જીનિયર રેજિમેન્ટે મોસમ અને અંધારાનું વિધ્ન હોવા છતા રાતમાં નવો પુલ બનાવી દીધો હતો. આ પછી તરત અમરનાથ યાત્રા શરુ થઇ ગઈ હતી. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના તુકસાન ગામના લોકોએ લશ્કરના ૨ આતંકીઓેને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ૨ છદ્ભ-૪૭ રાઇફલ, ૭ ગ્રેનેડ અને એક પિસ્તોલ મળી આવી છે. ડીજીપીએ ગામના લોકોને ૨ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આતંકીઓની ઓળખ ફૈઝલ અહમદ ડાર અને તાલિબ હુસૈનના રૂપમાં થઇ છે. ફૈઝલ અહમદ લશ્કર-એ-તૈયબાનો એ શ્રેણીનો આતંકી છે.

File-01-Page-11-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *