શિમલા
રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર(પીઓકે) અંગે ર્નિણય ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ લેવો જાેઈતો હતો. સિંહે હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌનમાં શહીદોના પરિવારના સન્માનમાં આયોજિત સમારંભને સંબોધિત કરતા આ વાત કહી હતી. રાજનાથ સિંહે કહ્યું કે અમે તાજેતરમાં જ ૧૯૭૧ના યુદ્ધમાં જીતની સુવર્ણ જયંતી મનાવી છે. ૧૯૭૧ના તે યુદ્ધના ઈતિહાસને યાદ રાખવામાં આવશે કારણ કે તે યુદ્ધ સંપત્તિ, કબજા કે સત્તાના બદલામાં માનવતા માટે લડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું એક જ અફસોસ છે. પીકે પર ર્નિણય તે સમયે જ થઈ જવો જાેઈતો હતો. હિમાચલ પ્રદેશના જ્વાળામુખીમાં શહીદોના પરિવારના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે આ દરમિયાન સંબોધનમાં કહ્યું કે ભારતે હમેશા વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે હિમાચલ દેવ અને વીર ભૂમિ છે. મંત્રીએ તેમના ભાષણ દરમિયાન રણભૂમિમાં મેજર સોમનાથ શર્માથી લઈને કારગિલ યુદ્ધમાં બલિદાન આપનાર વિક્રમ બત્તરાને પણ યાદ કર્યા અને તેમની વીરગાથા સાંભળીને તમામ હિમાચલવાસીઓને ગર્વનો અનુભવ કરાવડાવ્યો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની વિરુદ્ધ ૧૯૭૧માં થયેલા યુદ્ધ પછીથી કાશ્મીર વિવાદનું હજી સુધી કોઈ સમાધાન થયું નથી. આ વિવાદ તો ત્યારથી શરૂ થઈ ગયો તો જ્યારે ભારત આઝાદ થયું હતું. તે સમયે રાજા હરી સિંહ કાશ્મીરના શાસક હતા. જ્યારે પાકિસ્તાનીઓ દ્વારા કાશ્મીર પર આક્રમણ થયું તો હરી સિંહે ભારત પાસે મદદ માંગી અને તેમણે ભારતની સાથે વિલય કરી લીધો. કાશ્મીરનો જે હિસ્સો પાકિસ્તાનના કબજામાં છે, તેને ર્ઁંદ્ભ એટલે કે પાક અધિકૃત કાશ્મીર કહેવામાં આવે છે. આ હિસ્સો ૨૨ ઓક્ટોબર ૧૯૪૭થી જ પાકિસ્તાનના કબજામાં છે. ભારત સતત ર્ઁંદ્ભને પણ પોતાનું અંગ ગણાવે છે.
