જ્મ્મુકાશ્મીર
મહાનપુરના ધામલાર-મોરહા ગામમાં મંદિરની મૂર્તિ તોડવાની ઘટના ઘટી. આ મામલાનો ખુલાસો થયા બાદ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીનું દબાણ કરવાના હેતુથી મુખ્ય રસ્તાને જામ કરી દીધો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ એફઆઈઆર નોંધી લેવાઈ છે. ઘટનાની તપાસ માટે અને દોષિતોની ધરપકડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે કેટલાક અજાણ્યા લોકો મંદિરમાં ઘૂસ્યા અને મૂર્તિને કથિત રીતે નુકસાન પહોંચાડ્યું. પછી ઘટનાની જાણ થતા જિલ્લા વિકાસ પરિષદ સભ્ય ગોલ્ડી કુમારના નેતૃત્વમાં ગ્રામીણોએ દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતા મેઈન રોડ જામ કરી દીધો. ત્યારબાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પ્રદર્શનકારીઓને સમજાવીને ત્યાંથી હટાવી દીધા. તેમણે દોષિતોની ઓળખ કરવાનું અને તેમની ધરપકડ કરવા માટે ઊંડી તપાસનું પણ આશ્વાસન આપ્યું. નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં જમ્મુ વિસ્તારમાં મંદિરમાં કથિત તોડફોડની આ ત્રીજી ઘટના છે. ગત ૮ એપ્રિલના રોજ જમ્મુના સિધરા વિસ્તારમાં અજાણ્યા લોકોએ એક મંદિરમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ ૫ જૂનના રોજ ડોડા જિલ્લાના ઉપરી વિસ્તારમાં આવેલા વાસુકી નાગ મંદિરમાં આ પ્રકારની ઘટના ઘટી હતી. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કઠુઆમાં તોફાની તત્વોએ મંદિરમાં લાગેલી મૂર્તિને કથિત રીતે તોડી નાખી છે. જેના કારણે ગ્રામીણોમાં આક્રોશ છે અને પોલીસને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. જાે કે મંદિરમાં આ મૂર્તિ તોડનારા લોકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે કહ્યું કે કઠુઆમાં એક મંદિરમાં લાગેલી પ્રતિમાને કથિત રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી લેવાયો છે.
