Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરમાં ૨ આતંકવાદીઓ પકડાયા, તેમની પાસે મળી આવ્યો હથિયારોનો જથ્થો

શ્રીનગર
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે ઘાટીમાં એક મોટા આતંકવાદી ષડયંત્ર નાકામ કરી દીધું. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે સોપોર પોલીસે બારામુલા પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના ૨ ખતરનાક આતંકવાદીઓને પકડ્યા છે. તેમની પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. હાલમાં પોલીસે કેસ નોંધીને આતંકીઓના કનેક્શનની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા લશ્કરના બંને આતંકવાદીઓ પાસેથી એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, પિસ્તોલના રાઉન્ડ, વિસ્ફોટક ઉપકરણો, ગ્રેનેડ, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલમાં પોલીસ બંને આતંકવાદીઓના ખતરનાક પ્લાન જાણવા માટે તેમની સતત પૂછપરછ કરી રહી છે. બંને આતંકવાદીઓની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. વાસ્તવમાં, આ બંને આતંકવાદીઓ એવા સમયે પકડાયા છે જ્યારે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જાે કે, સુરક્ષા દળોએ તત્પરતા બતાવીને આતંકવાદીઓના નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવ્યા અને ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા. સૈનિકોએ એક આતંકવાદીનો મૃતદેહ મેળવ્યો, જ્યારે એલઓસીની પાર પડેલા બે મૃતદેહોને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ના ગ્રામજનો લઈ ગયા. જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીના કાવતરાને નિષ્ફળ બનાવતા સુરક્ષા દળોએ એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો. કાશ્મીર ઝોન પોલીસે સોમવારે જણાવ્યું હતું કે કુપવાડા જિલ્લાના કેરન સેક્ટર (જુમાગિંદ વિસ્તાર)માં સેના દ્વારા એક પાકિસ્તાની આતંકવાદી/ઘૂસણખોરને ઠાર મારવામાં આવ્યો હતો.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *