જમ્મુકાશ્મીર
જમ્મુ કાશ્મીરમાં વિશેષ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે અરનિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અરનિયાના ટ્રેવા ગામમાંથી ડ્રોન દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રોના ત્રણ બોક્સ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ત્રણેય બોક્સને રાત્રે ડ્રોન દ્વારા ઉતારવામાં આવ્યા હતા. સુરક્ષા દળો દ્વારા જપ્ત કરવામાં આવેલી વસ્તુઓમાં ૩ ડિટોનેટર, ૩ રિમોટ કંટ્રોલ આઈઈડી, વિસ્ફોટકની ૩ બોટલ, કોર્ડટેક્સ વાયરનું ૧ બંડલ, ૨ ટાઈમર આઈઈડી, ૧ પિસ્તોલ, ૨ મેગેઝીન, ૬ ગ્રેનેડ અને ૭૦ રાઉન્ડનો સમાવેશ થાય છે. મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા બાદ, માનવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આ પહેલા ડોડા જિલ્લામાં પણ સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. જેમાં લશ્કર-એ-તૈયબાના એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સશસ્ત્ર સીમા બલ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત તપાસ ટીમે, શનિવારે ઠઠરીમાં વાહનોની હાથ ધરાયેલ તપાસ દરમિયાન સજન-બજાર ગામના રહેવાસી આદિલ ઈકબાલ બટ્ટને પકડી લીધો હતો. તેમણે એ પણ જણાવ્યું કે શંકાસ્પદ આતંકવાદી પાસેથી એક પિસ્તોલ, બે મેગેઝીન અને કેટલીક ગોળીઓ મળી આવી છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ અમીન ઉર્ફે ‘મુજામિલ’ ઉર્ફે ‘હારૂન’ ઉર્ફે ‘ઉમર’, જે હાલમાં પાકિસ્તાનથી કાર્યરત છે, તે પકડાયેલા આદિલ ઈકબાલ બટ્ટનો માસ્ટર છે. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશન ઠઠરીમાં કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સુરક્ષા દળોને માહિતી મળી હતી કે લશ્કર-એ-તૈયબા ટીઆરએફ જેવા પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ૈંજીૈંજીના ઈશારે ડ્રોન દ્વારા મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મોકલવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, આ હથિયારો આરએસ પુરા અરનિયા વિસ્તારમાં મોકલવાના હતા.
