કાશ્મીર
હયુન્ડાઇ ના પાકિસ્તાન ડીલરશિપે કાશ્મીર સોલિડારિટી ડે પર કરેલી વિવાદાસ્પદ પોસ્ટ બાદ ભારતમાં કંપની વિરુદ્ધ જુવાળ પેદા થયો હતો જે બાદ કંપનીએ ભારતની માફી માગી હતી. તે બાદ પિત્ઝા કંપની કેએફસી અને ડોમિનોઝના પાકિસ્તાન ટિ્વટર હેન્ડલ દ્વારા કાશ્મીર મુદ્દે અઘટિત ટિપ્પણી કરતા તેમના બહિષ્કારની માગ કરતી પોસ્ટ થવા લાગી હતી. ટિ્વટર પર બોયકોટડોમિનોઝ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. જે બાદ ભાનમાં આવેલી કંપનીએ બુધવારે માફી માગતા કહ્યું હતું કે ભારત ૨૫ વર્ષથી અમારું ઘર છે અને અમે અહીં તેના વારસાને હંમેશા સંરક્ષિત કરવા માટે છીએ. પિત્ઝા હટના પાકિસ્તાન હેન્ડલે પણ ઇન્સ્ટાગ્રામ પર આવો જ મેસેજ પોસ્ટ કર્યો હતો. વિરોધ બાદ કંપનીએ માફી માગતા કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટની સામગ્રીને સપોર્ટ કરતું નથી. મારુતિ સુઝુકીએ પણ એક નિવેદન પ્રસિદ્ધ કરીને માફી માગતા કહ્યું હતું કે, કોર્પોરેટ પોલિસી પ્રમાણે અમે વિશ્વના કોઇપણ હિસ્સામાં કોઇપણ રાજકીય કે ધાર્મિક વલણ સાથે નથી જાેડાતા. અમારા ડીલર કે બિઝનેસ એસોસિએટ્સ દ્વારા આ મુદ્દે કરાતી ટિપ્પણીઓ કંપનીની સ્થિતિને રજૂ નથી કરતા કે ન તો અમે તેને અધિકૃત કરીએ છીએ. હયુન્ડાઇ પાકિસ્તાનના ટિ્વટર હેન્ડલે કથિત કાશ્મીર સોલિડારિટી ડે મુદ્દે કરેલી ટિપ્પણી બાદ વિવાદ વકર્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર હ્યુન્ડાઇના બહિષ્કારનો ટ્રેન્ડ શરૂ થયો હતો. પરિણામે ભયભીત કંપનીએ માફી માગી હતી. ભારતે દક્ષિણ કોરિયાના રાજદૂત સામે પણ વિરોધ ઉઠાવ્યો હતો. દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાને આ ઘટનાક્રમ મુદ્દે ખેદ વ્યક્ત કર્યો હતો.
