જમ્મુકાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની નાપાક હરકતો કરવાનુ છોડી રહ્યા નથી. તેઓએ શુક્રવારે શ્રીનગરના ખ્વાજા બજાર નોહટ્ટામાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રેનેડ હુમલામાં બે દુકાનોને નુકસાન થયું છે. હાલ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દરેક મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ હુમલાખોરોને પકડવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ખ્વાજા બજાર વિસ્તારમાં અજાણ્યા આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો. જાેકે, કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. આ ઘટનામાં બે દુકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. શોપિયાં જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના વાહન પર આતંકવાદીઓએ ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો હતો, પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ શોપિયાંના કીગામમાં સાંજે લગભગ ૭.૩૦ વાગ્યે વાહન પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં વાહનને સામાન્ય નુકસાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચાલી રહ્યું છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેના સાથીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ, જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સીએ પ્રતિબંધિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ કરી છે. જીૈંછ અધિકારીઓએ કાશ્મીરના દક્ષિણ અને મધ્ય જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ રાતોરાત દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જીૈંછની રચના કરવામાં આવી હતી અને એજન્સીને આતંકવાદ અને અલગતાવાદ સાથે સંબંધિત ગુનાઓની તપાસ સોંપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, જીૈંછ તપાસ દરમિયાન ૧૦ લોકોની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી જૂથના “સ્લીપર સેલ” તરીકે કરવામાં આવી હતી, તેમાંથી કોઈ પણ એકબીજાની ગતિવિધિઓથી વાકેફ ન હતા અને તેઓ સીધા જૈશ સાથે જાેડાયેલા હતા. આતંકવાદીઓ – ઈ-મોહમ્મદ કમાન્ડરો પાસેથી સૂચનાઓ લઈ રહ્યા હતા. આ મોડ્યુલના લોકો એવી રીતે કામ કરતા હતા કે કોઈ સભ્ય પકડાય તો પણ મોટા નેટવર્કનો પર્દાફાશ ન થાય. આ મોડ્યુલ સતત દેખરેખ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું.