Jammu and Kashmir

સોલોમન બાદ ભારતના લદ્દાખ કારગીલમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આંચકા અનુભવાયા

શ્રીનગર
હાલમાં જ સોલોમન ટાપુઓ પર ૭.૦ ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. અને ઈન્ડોનેશિયાના જાવામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં અંદાજીત ૧૬૨ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આજરોજ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૩ માપવામાં આવી છે. આજે સવારે ૧૦ઃ૦૫ વાગ્યે લદ્દાખના કારગીલથી ૧૯૧ કિમી ઉત્તરમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ અંગે માહિતી આપી છે. જાે કે આમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ લદ્દાખમાં ભૂકંપ માટે એલર્ટ મોકલ્યું હતું, અને જાહેરાત કરી હતી કે આંચકા ૪.૩ ની તીવ્રતાના હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, ૨૨ નવેમ્બર, મંગળવારે સવારે લગભગ ૧૦.૫ વાગ્યે ભૂકંપના આંચકા નોંધાયા હતા. એજન્સીએ તેના ટ્‌વીટમાં લખ્યું, ભૂકંપની તીવ્રતાઃ ૪.૩, ૨૨-૧૧-૨૦૨૨, ૧૦ઃ૦૫ઃ૫૨ ૈંજી્‌, અક્ષાંશઃ ૩૬.૨૭ અને રેખાંશઃ ૭૬.૨૬, ઊંડાઈઃ ૧૦ કિમી, સ્થાનઃ ૧૯૧ કિમી, લદ્દાખ

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *