Jammu and Kashmir

સ્ટેજ પર નૃત્ય કરી રહેલા યુવક અચાનક પડી જતા મોત થઇ ગયું, આઘાતજનક છે વાઈરલ વીડીયો

જમ્મુ
એક બાજુ જ્યાં આખા દેશમાં ગણેશની ધૂમ છે ત્યાં બીજી બાજુ દેશમાં અનેક ભાગોમાં ડાન્સ કલાકારોના મંચ પર મોતની ઘટનાઓ સતત વધી રહી છે. હવે તાજાે મામલો જમ્મુથી આવ્યો છે જ્યાં સ્ટેજ પર માતા પાર્વતી બનીને ડાન્સ કરી રહેલા યુવક યોગેશ ગુપ્તા અચાનક સ્ટેજ પર પડી જાય છે અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના વીડિયોમાં કંડારાઈ જાય છે અને વીડિયો હાલ વાયરલ થયો છે. ગામડામાં રાત્રિ જાગરણનું આયોજન કરાયું હતું. ભજન અને ર્કિતનની સાથે સાથે કલાકાર દેવી દેવતાઓનું સ્વરૂપ ધરીને રજૂઆત કરી રહ્યા હતા. સમગ્ર માહોલ ભક્તિમય હતો. આ દરમિયાન મંચ પર દેવી પાર્વતીનો વેશ ધરીને જમ્મુના સવારી રહીશ ૨૦ વર્ષના કલાકાર યોગેશ ગુપ્તા નૃત્ય કરી રહ્યા હતા ને શિવ સ્તુતિ તે સમયે ગવાઈ રહી હતી. નાચતા નાચતા યોગેશને છાતીમાં દુખાવો થયો અને તે બેભાન થઈને ઢળી પડ્યો. વાયરલ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે કે લોકો તેને ઉઠાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તે ઉઠતો નથી. ત્યાં હાજર લોકો તો આ સમગ્ર બનાવને સાચું માની શક્યા નહીં અને કાર્યક્રમનો એક ભાગ સમજીને તાળીઓ પાડતા રહ્યા. આ દરમિયાન શિવનું પાત્ર ભજવનારા કલાકારે જ્યારે જાેયું તો તે તરત મંચ પર પહોંચ્યા અને યોગેશને સંભાળવાનો પ્રયત્ન કર્યો અને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. સ્થિતિ જાેઈ ડીજે બંધ કરાવવામાં આવ્યું. સ્થિતિ સંભાળી ત્યાં સુધીમાં તો યોગેશનું મોત થઈ ચૂક્યું હતું. ગ્રામીણોના જણાવ્યાં મુજબ બધુ એટલું અચાનક થયું કે કોઈને સમજમાં ન આવ્યું. તેમણે કહ્યું કે કલાકાર સંપૂર્ણ સ્વસ્થ હતો અને લોકો તેની પ્રસ્તુતિથી ખુબ રોમાંચિત હતા. અમે કઈ સમજીએ ત્યાં સુધીમાં તો તેના હ્રદયના ધબકારા બંધ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *