Jharkhand

ઝારખંડના મુખ્યમંત્રીના પત્ની અને બંને બાળક કોરોના સંક્રમિત

ઝારખંડ
ઝારખંડના મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી ૧૩ લોકોના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદ અને વરિષ્ઠ ઈમરજન્સી સચિવ સુનીલ કુમાર શ્રીવાસ્તવનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હજુ ઘણા લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. સીએમના પત્ની અને બંને બાળકો ઉપરાંત તેમની ભાભીનો રિપોર્ટ પોઝિટીવ છે. સંક્રમિતમાં પાંચમાં સીએમ આવાસ પર કામ કરતા એક ગાર્ડ હોવાનું કહેવાય છે. જે હાલ તમામ હોમ આઈસોલેશનમાં છે. કહેવાય છે કે કોરોનાના હળવા લક્ષણ મળ્યા બાદ શુક્રવારે સીએમ હાઉસમાંથી ૧૩ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં સીએમના સમગ્ર પરિવાર સિવાય તેમના સલાહકાર અભિષેક પ્રસાદ અને ગાર્ડ સામેલ હતા. આ નમૂનાનું માઇક્રોબાયોલોજી વિભાગ, ઇૈંસ્જીની લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાંચ લોકોમાં કોરોનાની પુષ્ટિ થયા બાદ સીએમ હાઉસમાંથી વધુ ૬૨ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચેપગ્રસ્તના સંપર્કમાં આવતા લોકોના સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમના રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. તેમણે ટ્‌વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું છે. આ પહેલા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણ કુમાર સિંહની સાથે કેટલાક વિભાગોના સચિવ પણ પોઝિટીવ આવ્યા છે. તબિયત બગડતાં મોટી સંખ્યામાં અધિકારીઓ આઈસોલેશનમાં ગયા છે. આરોગ્ય વિભાગના બે સંયુક્ત સચિવ સહિત અડધા ડઝન જેટલા કર્મચારીઓ પોઝિટીવ છે. દ્ગૐસ્ સ્ડ્ઢ, ૈંડ્ઢજીઁના સ્ટેટ ઈન્ચાર્જ પણ બીમાર પડ્યા છે.ઝારખંડના સીએમ હેમંત સોરેનના ઘરે કોરોના પહોંચી ગયો છે. તેમના ઘરે પાંચ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. મુખ્યમંત્રી હેમંત સોરેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સીએમના પત્ની કલ્પના સોરેન અને બંને બાળકો નીતિલ સોરેન (૧૨) અને વિશ્વજીત સોરેન (૦૯)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Jharkhand-CM-Hemant-Soren.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *