Jharkhand

ઝારખંડમાં ૧૫ ઓગષ્ટ સુધી જુની પેંશન યોજના બહાલ થશે ઃ મુખ્યમંત્રી

રાંચી
ઝારખંડમાં વિવિધ સરકારી વિભાગોમાં કાર્યરત સરકારી કર્મચારીને જુના પેંશન યોજનાનો લાભ મળશે.રાજયના સરકારી કર્મચારીઓ માટે ૧૫ ઓગષ્ટ સુધી જુની પેંશન યોજના લાગુ થશે મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે ઝારખંડની સરકાર તમામ વર્ગોના સામાજિક સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ છે.તેમનો પ્રયાસ છે કે ૧૫ ઓગષ્ટ ૨૦૨૨ સુધી ઝારખંડના સરકારી કર્મચારીઓ માટે જુની પેંશન યોજના બહાલ કરાવવામાં આવે
મુખ્યમંત્રીએ કહ્યું કે વૈશ્વિક મહામારી કાળથી બહાર આવ્યા બાદ હવે રાજય સરકાર વિકાસ કાર્યોને ગતિ આપવામાં લાગી છે સરકારની યોજનાઓને જમીન સુધી પહોંચાડવામાં તમામ કર્મચારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. રાજયને સારી દિશામાં તમામ વર્ગોનો સાથ જાેઇએ તમામ રાજય આગળ વધશે
મુખ્યમંત્રી સોરેને કહ્યું કે સરકાર કર્મચારીઓની સમસ્યાઓનું સમાધાન કરી રહી છે રાજયના શિક્ષકો તથા આંગણવાડી કર્મચારીઓની સમસ્યાઓનો ઉકેલ વર્તમાન સરકારે કર્યો છે.મુખ્યમંત્રીએ બિરસા ફુટબોલ સ્ટેડિયમ મોરહાબાદીમાં આયોજીત પેંશન જયધોષ મહાસંમેલનમાં આ તમામ વાતો કહી
મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે ઝારખંડ પ્રદેશ જયાં ભૌગોલિક માળખુ અનેક રીતે ખુબ અલગ છે અહીં લોકો પહાડ,પર્વત જંગલ સહિત અનેક દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરે છે તેમના સુધી સરકારની યોજનાઓ અને સંદેશાને સરકારી કર્મી અને અધિકારીના માધ્યમથી પહોંચાડવામાં આવી છે.સરકાર અને કર્મચારીઓના પરસ્પર સમન્વયથી રાજયને વિકાસની શ્રેણીમાં અગ્રણી રાજયોની પંક્તિમાં મુકયું છે.

file-02-page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *