કર્ણાટક
કર્ણાટકના ઉડુપી જિલ્લાના મારી ગુડી મંદિર મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે આ વખતે આયોજિત થનારી સુગ્ગી મારી પૂજા ઉત્સવમાં તેઓ કોઈ અન્ય સંપ્રદાયના કોઈ પણ વ્યક્તિને દુકાન લગાવવા માટે મંજૂરી આપશે નહીં. આ ર્નિણય કેટલાક હિન્દુ સંગઠનોની ભલામણ પર લેવાયો છે. દર વર્ષે આયોજિત થનારા આ પૂજા મેળામાં પહેલા દુકાન દરેક સંપ્રદાયના લોકોને ફાળવવામાં આવતી હતી પરંતુ આ વખતે હિન્દુ જાગરણ વેદિકે અને તુલુણુડુ હિન્દુ સેના, કાપૂની અપીલ પર નક્કી કરાયું છે કે મંદિર મેનેજમેન્ટ બે દિવસ (મંગળવાર-બુધવાર)ના આ મેલામાં મુસ્લિમ વેપારીઓને દુકાન લગાવવાની મંજૂરી નહીં મળે. આ વ્યવસ્થા પાછળ જે કારણ બતાવવામાં આવી રહ્યું છે તે કઈક એવું છે કે હિજાબ મામલે કોર્ટના ર્નિણય વિરુદ્ધ મુસ્લિમ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી જે દર્શાવે છે કે મુસ્લિમ સમાજના લોકો આ દેશના કાયદાને માનતા નથી કે ન તો આ દેશની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે. હિન્દુ સંગઠનો દ્વારા કરાયેલી અપીલને મંદિર મેનેજમેન્ટે સ્વીકારી લીધી અને આ વખતના મેળામાં કોઈ પણ દુકાન હિન્દુ સિવાય અન્ય કોઈ પણ સંપ્રદાયના લોકોને ફાળવવામાં આવી નથી. આ પ્રકારે મુસ્લિમ વેપારીઓના બહિષ્કારની ખબરો કર્ણાટકના અન્ય કેટલાક જિલ્લાઓમાંથી પણ આવી રહી છે. હિજાબ મામલે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ચુકાદો અપાયા બાદ કર્ણાટક અમીર એ શરીયત દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને અપીલ કરાઈ હતી કે તેઓ હાઈકોર્ટના ચુકાદા પ્રત્યે નારાજગી વ્યક્ત કરવા માટે એક દિવસ માટે પોતાની દુકાનો બંધ રાખે. અમીર દ્વારા કરાયેલા આ આહ્વાનની વ્યાપક અસર જાેવા મળી હતી. ૧૭ માર્ચના રોજ સમગ્ર કર્ણાટકમાં મુસ્લિમ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી અને કોર્ટ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ સિવાય તમિલનાડુના મદુરાઈમાં ખુલ્લા મંચથી કર્ણાટક હાઈકોર્ટના ૩ જજાેને ધમકી પણ આપવામાં આવી હતી. જજને ધમકીના મામલે રહમતુલ્લાહ નામના વ્યક્તિની ધરપકડ પણ કરાઈ અને મંગળવારે રાતે કર્ણાટક પોલીસ તેને તમિલનાડુથી કર્ણાટક લઈને આવી ચૂકી છે.