Karnataka

‘ભાજપા’ સરકારમાં મંત્રી રહી ચૂકેલા જી જનાર્ધન રેડ્ડીએ નવી પાર્ટીની જાહેરાત કરી

બેંગ્લુરૂ
૨૦૨૩ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. હવે રાજ્યના મોટા ખાણના કારોબારી અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં મંત્રી રહી ચૂકેલા જી જનાર્ધન રેડ્ડીએ નવી પાર્ટીની જાહેરાત કરી દીધી છે. સાથે જ તેમણે આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની યોજના પણ જાહેર કરી દીધી છે. હવે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નવી પાર્ટીની એન્ટ્રીથી ભાજપને ખાસ કરીને બેલ્લારી સહિત ઘણા વિસ્તારોમાં નુકસાન વેઠવું પડી શકે છે. ખાસ વાત એ છે કે રેડ્ડી પર કરોડો રૂપિયાનો ગેરકાનૂની ખાણનો કેસ ચાલુ છે. આ મામલામાં તેમને વર્ષ ૨૦૧૫માં જ જામીન મળ્યા છે. મળતી માહિતી મુજબ દક્ષિણ ભારતીય રાજ્યોમાં ભાજપ પહેલાથી પાર્ટીના નેતાઓની નારાજગીનો સામનો કરી રહી છે. તેમાં પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને અન્ય મંત્રી પણ સામેલ છે. આવી સ્થિતિમાં બેલ્લારી બંધુઓની નારાજગી ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. જાે કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા જાતે યેદિપુરપ્પાને મળી ચૂક્યા છે. તે સિવાય હાલમાં જ ભાજપે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બળવાખોરની નારાજગીના લીધે ભાજપને મોટું નુકશાન થયું છે. કુલ ૬૮ વિધાનસભા સીટવાળા પહાડી રાજ્યમાં ૨૨ બળવાખોર મેદાનમાં હતા. જાે કે, જીત અમુક લોકોને જ મળી, પરંતુ ઘણી સીટો પર ભાજપના વોટ કાપ્યા હતા. રેડ્ડીએ રવિવારે નવી પાર્ટી કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષની જાહેરાત કરી. તેમણે કહ્યું, ૨૦૨૩ની ચૂંટણી કોપલ જિલ્લાના ગંગાવતીથી લડશે. તેમને કહ્યું, ભલે ભાજપ નેતા એવું કહેતા હોય કે હું પાર્ટીનો સભ્ય નથી અને તેમની સાથે કોઈ સંબંધ નથી, પરંતુ રાજ્ય અને તેના લોકો જાણે છે કે હું તે પાર્ટીનો છું, પરંતુ આ વાત ખોટી છે. આજે હું મારી વિચારસરણીની સાથે કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષની જાહેરાત કરી રહ્યો છું. ખાણ કૌભાંડમાં સીબીઆઈએ રેડ્ડીની ધરપકડ કરી હતી. તેના પછી ૨૦૧૮ વિધાનસભા ચૂંટણી પ્રચાર કરવાનું છોડી દીધું, અને લગભગ ૧૨ વર્ષથી રાજનીતિથી દૂર રહ્યા. ખાસ વાત એ છે કે જામીન પર બહાર આવેલા રેડ્ડી પર સુપ્રિમ કોર્ટે કેટલીક શરતો રાખી છે. તેઓ બેલ્લારી અને આંધ્ર પ્રદેશના અનંતપુર અને કડાપામાં નહીં જઈ શકે. એક મીડિયા રિપોર્ટના અનુસાર, રેડ્ડી ભાજપની તરફથી કરવામાં આવેલા વ્યવહારથી પરેશાન હતા. સાથે જ તેમનું કહેવું છે કે નવી પાર્ટી આવવાથી કેટલાક ક્ષેત્રોમાં ભાજપને નુકસાન થઈ શકે છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *