Karnataka

કર્ણાટકના યુવકે ગૂંથણકામ શરૂ કરી દેશમાં પ્રખ્યાત બન્યો

કર્ણાટક
ગૂંથણકામનું નામ સાંભળતા જ આપણને આપણી દાદીમા યાદ આવી જાય છે, જેઓ તેમના પૌત્રો માટે અવનવા રંગોના મફલર અથવા સ્વેટર બનાવતા હતા. અહીં એક એવી વ્યક્તિ છે, જેણે પોતાની બેચેની અને ડિપ્રેશનને દૂર કરવા માટે ગત વર્ષે ગૂંથણકામને શોખ તરીકે પસંદ કર્યું હતું. હવે તે તેને એક કામ તરીકે જાેઈ રહ્યો છે. કર્ણાટકના હુબલીમાં રહેતા ૨૮ વર્ષીય સોહેલ નરગુંદે ગત વર્ષે યૂટ્યુબ ટ્યુટોરિયલ્સમાંથી ગૂંથણકામ શીખવાનું શરૂ કર્યું હતું. સોહેલ નરગુંદ વ્યવસાયે એન્જિનિયર છે અને બેંગલોરમાં કામ કરે છે. તેણે ગૂંથણકામ શરુ કર્યું, કારણ કે તે બેચેન રહેતો હતો અને તેણે ક્યાંક વાંચ્યું હતું કે ગૂંથણકામ તેને તેમાંથી બહાર નીકાળવામાં મદદ કરી શકે છે. યૂટ્યુબ પર ટ્યુટોરિયલ્સ જાેયા પછી તેણે ગૂંથવાની આદત અપનાવી લીધી અને તે ઝડપથી તેમાં નિપુણ થઈ ગયો. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા તેણે કહ્યું કે તેણે તેની બહેન માટે સ્વેટર ગૂંથ્યું અને તેને તે ખરેખર ગમ્યું. તેની બહેનની મિત્ર પણ તેના માટે એક સ્વેટર ઇચ્છતી હતી અને તે તેના માટે પૈસા ચૂકવવા પણ તૈયાર હતી. તેથી સોહેલને આ શોખને એવી વસ્તુમાં ફેરવવાનો વિચાર આવ્યો જે તેને થોડી કમાણી પણ કરી આપે. તેના ઇન્સ્ટાગ્રામ હેંડલનું નામ ંરી_િર્ેખ્તર_રટ્ઠહઙ્ઘ_ાહૈંંીિ છે અને તેના ૧૩,૦૦૦થી વધુ ફોલોઅર્સ છે. તેના એક વીડિયોને ૩૦ લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. જેમાં તે બેંગલોરમાં કેબમાં બેસીને ગૂંથતો દેખાઈ રહ્યો છે. સોહેલે પોતાના શોખ વિશે વધુ વાત કરતાં શેર કર્યું કે, તેના પિતા અને બહેને તેને આ બાબતમાં સપોર્ટ કર્યો હતો. તેના પિતા તેને યાર્ન બાંધવામાં મદદ કરે છે, જ્યારે તેની બહેન ઓર્ડરનું સંચાલન કરે છે. તેની માતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું અને તેને અફસોસ છે કે તે પોતાની માતા પાસેથી ગૂંથવાની આ કળા ન શીખી શક્યો. પુખ્ત વયના લોકો માટે સ્વેટર ગૂંથવામાં તેને લગભગ ૧૬-૧૭ દિવસ લાગે છે, જ્યારે બાળકો માટે તે લગભગ ૧૦-૧૨ દિવસ લે છે. તેણે કહ્યું કે જ્યારે લોકો તેને ગૂંથતા જુએ છે, ત્યારે તેને સકારાત્મક પ્રતિક્રિયા મળે છે. કારણ કે તે બહાર બેસીને ગૂંથવાનું પસંદ કરે છે. વધુમાં તેણે જણાવ્યું કે, “હું દરરોજ ઓછામાં ઓછા ત્રણ કલાક આ શોખમાં વ્યસ્ત રહું છું, કારણ કે તે ખરેખર મને શાંત રહેવામાં મદદ કરે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *