કર્ણાટક
કર્ણાટકમાં એક ૩૫ વર્ષીય વ્યક્તિએ ત્રણ મહિલાઓની હત્યા કરી દીધી છે. હત્યા કર્યા બાદ આરોપીએ આ મહિલાઓની લાશના ઘણા બધા ટુકડા કરીને ઠેકાણે કરી દીધા હતા. જાેકે પોલીસે આ આરોપીને દબોચી લીધો છે. પોલીસે જણાવ્યું છે કે, આ આરોપી વધુ ૫ હત્યાઓને અંજામ આપવાની ફિરાકમાં હતો. આ આરોપીની ઓળખ રામનગર જિલ્લાના કુદુરના ટી સિદ્દલિંગપ્પા તરીકે થઇ છે. પોલીસે આરોપીની સાથે એક મહિલાની પણ ધરપકડ કરી છે, જે આરોપી યુવકની પ્રેમિકા છે. આ મહિલાએ આરોપીને તમામ હત્યાઓમાં સાથ આપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસે જણાવ્યું કે, આરોપીએ આ બધી જ હત્યાઓ છેલ્લા કેટલાક મહિનામાં જ કરી છે. આ ઉપરાંત આરોપી વધુ ૫ લોકોની હત્યા કરવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે, ૮ જૂનના રોજ તેમને માંડ્યા માંથી એક લાશ મળી હતી. જે બાદ તેઓને વધુ એક લાશ મળી હતી. આ બંને લાશ એકબીજાથી ૨૫ કિમી દૂર મળી આવ્યા હતા. જાેકે, આ બંને લાશએક સંકેત આપી રહ્યા હતા. આ બંને લાશના માત્ર નીચેના ભાગ જ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની કડક પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, તે થોડાંક વર્ષો પહેલાં એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. સમય વીતતાં બંને એકબીજાના નજીક આવ્યા હતા. આ દરમિયાન મહિલાએ તેને જણાવ્યું હતું કે તેણી સેક્સવર્કર છે. સાથે જ તેણે આ ધંધામાં આવી તેની આપવીતી પણ જણાવી હતી. જે બાદ આરોપીએ એ તમામ મહિલાઓની હત્યા કરવાનું નક્કી કર્યું, જેમણે તેની પ્રેમિકાને વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી, જે બાદ આરોપીએ મે મહિનામાં બેંગલુરુમાં પ્રથમ મહિલાની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે લાશને કાપીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધું. ત્યાર પછી આરોપીએ ૩૦ મે અને ૩ જૂને મૈસૂરમાં અન્ય ૨ મહિલાઓની હત્યા કરી હતી. આ દરેક હત્યાને અંજામ આયોવામાં તેની પ્રેમિકાએ પણ તેનો સાથ આપ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે, તેઓએ મૈસૂરમાં ભાડા પર એક મકાન રાખ્યું હતું. અહીં તેની પ્રેમિકાએ તે મહિલાઓને અલગ-અલગ દિવસે આમંત્રિત કરી હતી. મહિલાઓ ઘરમાં આવતાજ સૌથી પહેલાં આરોપી તેમનું ગળું દબાવી દેતો અને ત્યારબાદ બોડીના ટુકડા કરી દેતો હતો. જે બાદ માંડયામાં તેના ટુકડાને અલગ-અલગ સ્થળે ફેંકી દેતો હતો. જણાવી દઈએ કે, પોલીસે આરોપીને પકડવા માટે લગભગ ૪૫ અધિકારીઓની ૯ ટીમ બનાવી હતી. પોલીસે આરોપીને બેંગ્લુરુ ખાતેના તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે, આરોપીએ પૈસા માટે આ ત્રણેય મહિલાઓની હત્યા કરી હતી.
