કર્ણાટક
કર્ણાટકના કોલારના વીરેનહલ્લી ગામની એક મહિલાની પતિ દ્વારા અગ્નિ પરીક્ષા લેવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એક એનજીઓ દ્વારા આ સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ દ્વારા આરોપી પતિની શોધખોળ કરવામાં આવી રહી છે. પત્નીએ આ ઘટના બાદ તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ એટલા માટે કર ન હતી કેમ કે તેનો પતિ ગુસ્સે થતો. તો બીજી તરફ આ સમગ્ર મામલાની જાણકારી મળતા પોલીસ આરોપીની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી હતી. જાે કે, આરોપી પતિને પહેલાથી જ જાણ થઈ ગઈ હોવાથી પોલીસ આવે તે પહેલા જ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો. બંનેના લગ્નને ૧૪ વર્ષ થઈ ગયા છે. ત્યારે લગ્નના ૧૪ વર્ષ બાદ પણ પતિને પત્નીની વફાદારી પર શંકા હતી. જેને લઇને શખ્સે તેની પત્નીની અગ્નિ પરીક્ષા લીધી હતી. પત્નીની વફાદારી ચકાસવા માટે આરોપી પતિએ તેને હાથમાં કપૂર સળગાવવા માટે મજબૂર કરી હતી. જેના કારણે યુવતીનો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. આરોપી પતિનું નામ આનંદ હોવાનું જાણવા મળી રહ્યું છે.દેશભરમાંથી પત્ની પર પતિ દ્વારા અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે કર્ણાટકના કોલારથી આવો જ એક હોશ ઉડવાતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિએ વફાદારી પર શંકા રાખી પત્નીની અગ્નિ પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. જે બાદ પતિએ પત્ની જાેડે એવું કામ કરાવ્યું કે જે જાણીને તમારા હોશ ઉડી જશે.
