કર્ણાટક
કર્ણાટકના હુબલીમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં શિષ્યના વેશમાં આવેલા બે શેતાનોએ ચાકૂથી તાબડતોડ વાર કરીને પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યા કરી નાખી. જ્યોતિષાચાર્ય હુબલીની પ્રેસિડેન્ટ હોટલમાં મહેમાનોને મળવા માટે હોટલની લોબીમાં આવ્યા ત્યારે હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો. કહેવાય છે કે ચંદ્રશેખર ગુરુજી મૂળ બાગલકોટના રહીશ હતા અને કોઈ કોટુંબિક મામલે હુબલી આવ્યા હતા. સરળ વાસ્તુ નામથી પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ છે અને ફૂટેજમાં અપરાધીઓ ભાગતા જાેવા મળી રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજ ફંફોળી રહી છે. હુમલાખોરોએ પહેલા જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરને પગે લાગ્યા અને પછી એક પછી એક ૭૦ જેટલા ઘા ઝીંકી દીધા. હુમલાખોરોએ જ્યોતિષાચાર્ય પર ચાકૂથી ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. હુમલાખોર કોણ હતા અને હત્યા પાછળ કારણ શું હતું? તેને લઈને હજુ કઈ ખબર પડી શકી નથી અને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ હોટલ અને તેની આસપાસ પૂછપરછ કરવાની સાથે સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. ચંદ્રશેખર ગુરુ મૂળ રીતે બાગલકોટના રહીશ હતા અને કોઈ કૌટુંબિક મામલે હુબલી આવ્યા હતા. આ ઘટના આજે બપોર બાર વાગ્યાની છે.
