કર્ણાટક
કર્ણાટકના કાલબુર્ગી જિલ્લાના વાડી વિસ્તારમાં ઓનર કિલિંગનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. એક ૨૫ વર્ષીય યુવકને ર્નિદયતાથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો કારણ કે તે અન્ય ધર્મની છોકરી સાથે પ્રેમમાં પડ્યો હતો. મૃતકની ઓળખ વિજય કુમાર તરીકે થઈ છે. મૃતકની માતાએ એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે, છોકરીના પિતા અને ભાઈએ તેની પુત્રની હત્યા કરી હતી. એવો પણ આરોપ છે કે, થોડા દિવસ પહેલા યુવતીના પરિવારજનોએ ધમકી આપી હતી કે જાે તે સંબંધ નહીં ખતમ કરે તો વિજયનું માથું કાપી નાખશે. વિજયની હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કલબુર્ગીના એસપી ઈશા પંતે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓના નામ શહાબુદ્દીન અને નવાઝ છે. એસપીએ વધુમાં જણાવ્યું કે, વિજય કુમારને શહાબુદ્દીનની બહેન સાથે મિત્રતા હતી, આરોપીઓને આ મિત્રતા પસંદ ન હતી. જેથી તેમણે વિજયને માર માર્યો હતો. પોલીસે એ પણ જણાવ્યું કે, ગયા વર્ષે આરોપીએ વિજય પર હુમલો પણ કર્યો હતો અને તેને તેની બહેન સાથે વાત ન કરવાની ધમકી આપી હતી. વાડી રેલવે સ્ટેશન પર પુલ પાસે વિજયની છોકરીના ભાઈઓ શહાબુદ્દીન અને નવાઝ વચ્ચે ઝઘડો થયો હતો. પછી ઝઘડો એટલો વધી ગયો કે આરોપીઓએ વિજય પર છરી અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું. પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ અને ૩૪ તેમજ છઝ્ર/જી્ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે યુવતીના પરિવારજનોની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે.