Karnataka

કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ શહેરમાં કલમ ૧૪૪ લાગુ

શિવમોગા
કર્ણાટકના શિવમોગા શહેરમાં બજરંગ દળના કાર્યકર હર્ષાની હત્યા બાદ જિલ્લામાં સ્થિતિ તણાવપૂર્ણ છે. શિવમોગામાં હાલ સ્થિતિને કાબૂમાં રાખવા માટે કલમ ૧૪૪ લાગૂ કરાઈ છે. આ સાથે જ શિક્ષણ સંસ્થાઓ પણ બંધ કરી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે ૨૩ વર્ષના હર્ષાની હત્યા રવિવારે રાતે અજાણ્યા બદમાશોએ શિવમોગાના ભારતી કોલોની સ્થિત કામત પેટ્રોલ પંપ પાસે કરી. જાે કે હર્ષાની હત્યાનું કારણ હજું સામે આવ્યું નથી. હત્યાની ઘટના બાદ સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. શિવમોગામાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓ ઘટી છે. હાલ સ્થિતિ તણાવપૂર્ણ પરંતુ કાબૂમાં છે. કર્ણાટકના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રએ મૃતકના પરિજનો સાથે મુલાકાત કરી. આ સાથે જ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે અને આ મામલે તપાસ હાથ ધરાઈ છે. કર્ણાટકના શિવમોગામાં ૨૪ વર્ષના એક યુવક હર્ષાની હત્યા કરી દેવાઈ છે. ત્યારબાદ શિવમોગામાં તણાવની સ્થિતિ બનેલી છે. અહીં પોલીસે કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. મૃતક બજરંગ દળનો કાર્યકર હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *