Karnataka

કર્ણાટકમાં ભગત સિંહને ફાંસીની સજાનું રિહર્સલ કરી રહ્યો બાળક લટકી ગયો ફાંસીએ..

ચિત્રદુર્ગ
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે.એક ૧૨ વર્ષિય છોકરાનું ત્યારે મોત થઈ ગયું જ્યારે તે શનિવારે સાંજે પોતાના ઘરે સ્કૂલમાં યોજાનારા કાર્યક્રમ માટે ભગત સિંહને ફાંસીની સજાના સીનનું રિહર્સલ કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે, ઘટનાના સમયે બાળક પર ઘરે એકલો હતો, તે સમયે તેના માતા-પિતા ઘરમાં હતા નહીં. જ્યારે તેઓ પાછા ફર્યા તો દિકરો પંખા સાથે લટકાઈ રહ્યો હતો. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સંજય ગૌડના માતા-પિતા નાગરાજ અને ભાગ્યલક્ષ્મી શહેરના કેલાગોટ બડાવને વિસ્તારની એક ભોજનાલય ચલાવે છે. બડાવને પોલીસ સ્ટેશનના સબ ઈંસ્પેક્ટર કેઆર ગીતામ્માને ઘટના વિશે જણાવતા કહે છે કે, તે સાતમા ધોરણના વિદ્યાર્થી સાથે થયેલી ઘટના વિશે જાણવા મળ્યું કે, જ્યારે તેની માતા રાતના ૯ વાગ્યે હોટલેથી પાછા ફર્યા. ઘરનો દરવાજાે અંદરથી બંધ હતો. તેમણે ઘણી વાર સુધી દરવાજાે ખટખટાવ્યો. જ્યારે તોયે દરવાજાે ન ખુલ્યો તો તેના પાડોશી આવ્યા. પાડોશીએ દરવાજાે ખોલ્યો અને જાેયું તો, દિકરો પંખા સાથે લટકાયેલો હતો. ત્યારબાદ તુરંત છોકરાની માતા ભાગ્યલક્ષ્મીએ પોતાના પતિ નાગરાજને ફોન કર્યો, જેણે માસ્ટર કીથી દરવાજાે ખોલ્યો. તે સંજયને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે, તેમના બાળકે દોરડા વડે ફાંસીનો ફંદો બનાવ્યો હતો, અને ભગત સિંહની માફક ફાંસી આપવાનો સીન કરવા જતો હતો. ત્યાર બાદ ફંદામાં પોતાનું માથુ નાખ્યું અને ખાટલા પરથી કુદ્યો, તે પંખા સાથે લટકી રહ્યો અને મોત થઈ ગયું. પોલીસની ફરિયાદમાં સંજયના માતા-પિતાએ કહ્યું કે, મંગળવારે સ્કૂલમાં તેને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે એક નાટકમાં ભગત સિંહનો રોલ નિભાવવાનો હતો. તેમણે મોતને અકસ્માત ગણાવ્યો અને તેના માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *