કર્ણાટક
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં બીજેપી યુવા મોરચાના જિલ્લા સચિવ પ્રવિણ નેટ્ટારુની ક્રુરતાપૂર્વક ભરી હત્યા કરી દેવામાં આવી છે. પ્રવિણ બેલ્લારે ક્ષેત્ર પાસે એક પોલ્ટ્રીની દુકાન ચલાવતો હતો. દિવસભર કામ કર્યા પછી પ્રવિણ દુકાન બંધ કરીને જ્યારે ઘરે પરત ફરીરહ્યો હતો ત્યારે રાત્રે ૯ વાગ્યાની આસપાસ બદમાશોએ ધારદાર હથિયારથી તેમના પર હુમલો કર્યો હતો. ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થયેલા પ્રવિણે દમ તોડ્યો હતો. દક્ષિણ કન્નડના એસપી સોનવણે ઋષિકેશે જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાસ્થળે કોઇ સીસીટીવી કેમેરા હશે તો તેના ફૂટેજની મદદથી હુમલાખોરની શોધ કરવામાં આવશે. પોલીસે યુવા નેતાઓની નજીકના વ્યક્તિઓની પણ પૂછપરછ કરી છે. પોલીસે જણાવ્યું છે કે હત્યાનું કારણ વિશે હજુ માહિતી મળી નથી. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ બીજેપી યુવા નેતાની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્વટ કરીને કહ્યું કે દક્ષિણ કન્નડ જિલ્લામાં અમારી પાર્ટીના કાર્યકર્તા પ્રવિણ નેટ્ટારુની બર્બર હત્યા નિંદનીય છે. આ પ્રકારના જઘન્ય અપરાધ કરનારની જલ્દી ધરપકડ કરી લેવામાં આવશે અને કાયદા પ્રમાણે સજા કરવામાં આવશે. પ્રવિણની આત્માને શાંતિ મળે. ઇશ્વર તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. બીજેપી યુવા મોરચાના નેતાની હત્યા પછી બીજેપીના કાર્યકર્તાઓમાં ઘણો રોષ જાેવા મળી રહ્યો છે. પ્રવિણ નેટ્ટારુની હત્યાના વિરોધમાં રાત્રે જ રસ્તા પર બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે અપરાધીઓની જલ્દી ધરપકડ કરવાની માંગણી કરી છે. કર્ણાટકમાં ૨૩ જૂનના રોજ બીજેપીના નેતા મોહમ્મદ અનવરની પણ હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હત્યારાઓએ ચપ્પાથી પ્રહાર કરી હત્યા કરી હતી. મોહમ્મદ અનવર ચિકમંગલુરના અર્બન યૂનિટના બીજેપીના મહાસચિવ હતા.
