Karnataka

કર્ણાટકમાં મસ્જિદ નીચે મંદિર મળ્યાનો દાવો

કર્ણાટક
હાલ જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ગરમ છે. અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી હોવા પર અલગ અલગ દાવા થઈ રહ્યા છે. જ્ઞાનવાપી મામલે કોર્ટ સુનાવણી પણ ચાલુ છે. હવે આ બધા વચ્ચે કર્ણાટકના મેંગ્લુરુથી એક એવા સમાચાર આવ્યા છે જ્યાં દાવો કરાયો છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. મલાલી વિસ્તારમાં એક જૂની મસ્જિદ નીચે કથિત રીતે હિન્દુ મંદિર જેવું માળખું મળી આવ્યું છે. એક જૂની મસ્જિદ વિશે દાવો કરાયો છે કે તેની નીચે મંદિર મળી આવ્યું છે. હિન્દુ મંદિર જેવી વાસ્તુ ડિઝાઈન હોવાનું કહેવાય છે. મસ્જિદ મંદિરનો મામલો એ હદે ગંભીર થઈ રહ્યો છે કે હિન્દુ સંગઠન તો મસ્જિદ નજીક મંદિરમાં ખાસ પૂજા પણ કરી રહ્યું છે. આ ધમાચકડી જાેતા પ્રશાસને સુરક્ષાની ચાકબંધ વ્યવસ્થા કરી છે. દક્ષિણ મંગલુરુના ધારાસભ્ય ભરત શેટ્ટી પણ આ પૂજામાં પહોંચ્યા. વિવાદિત મસ્જિદની યોગ્ય સ્થિતિ જાણવા માટે તામ્બુલ પૂજા શરૂ કરાઈ છે. આ પૂજા ૩ વાગ્યા સુધી ચાલશે. વીએચપીનું એવું માનવું છે કે આ સ્થળ પર કોઈ દેવતાનું મંદિર હતું એ સ્પષ્ટ થશે તો કાયદાકીય લડત લડવામાં આવશે. વિશેષ પૂજા માટે ખાસ કરીને કેરળથી પૂજારી પણ બોલાવાયા છે. જાે આ પૂજારી એવું કહી દે કે તે મંદિર છે તો પછી હિન્દુ સંગઠન જમીન મેળવવા માટે કાયદાકીય લડત લડશે. તામ્બુલ પૂજા દ્વારા સ્થિતિ જાે સ્પષ્ટ થઈ જાય તો અશટ મંગલા પ્રશ્ન પૂજાનું આયોજન થઈ શકે છે. તેના દ્વારા એ જાણવામાં આવશે કે આ મસ્જિદનો શું ઈતિહાસ છે અને ક્યારે અસ્તિત્વમાં આવી. હાલ તો મસ્જિદ નજીક મંદિરમાં પૂજાની સ્થિતિમાં પ્રશાસન એકદમ અલર્ટ મોડ પર છે. કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો છે અને વિસ્તારમાં કલમ ૧૪૪ લાગૂ છે. ભારે સંખ્યામાં પોલીસકર્મીની તૈનાતી પણ કરાઈ છે. મલાલી વિસ્તારની એક મસ્જિદમાં પુર્નનિર્માણનું કામ ચાલુ હતું. આ દરમિયાન ૨૧ એપ્રિલે જ્યારે કાટમાળ હટ્યો તો મંદિર જેવું માળખું મળી આવ્યું હતું. એવા કેટલાક પુરાવા પણ મળ્યા જે હિન્દુ કલાકૃતિઓ સાથે મેળ ખાતા હતા. જ્યાં સુધી હવે જમીન પર મસ્જિદ હતી કે પછી પહેલા કોઈ મંદિર હતું તેવું કઈ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી મસ્જિદના પુર્નનિર્માણ પર રોક લાગી છે. હાલ આ મામલો કોર્ટમાં ગયો છે. જ્યાં કોર્ટે મસ્જિદની મરમ્મતનું કાર્ય રોક્યું છે. મસ્જિદનો એએસઆઈ દ્વારા સરવે કરાવવાની માગણી પણ ઉઠી છે.

India-karnataka-Suprim-Court-of-India-Gyanvapi-Case-New-Case-of-maszid-but-orignally-hindu-temple-in-the-land-mistrorial-fact.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *