Karnataka

કર્ણાટકમાં મુસ્લિમ છાત્રાઓ માટે કોલેજ બનાવવાના પ્રસ્તાવ પર હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કરવાની ચેતવણી આપી

બેંગ્લુરૂ
કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપ સરકાર દ્વારા મુસ્લિમ યુવતીઓ માટે ૧૦ નવી કોલેજ બનાવવાના નિર્ણય પર વિવાદ ઉભો થયો છે.હિન્દુ સંગઠનોએ તેનો વિરોધ કરવાની ચેતવણી આપી છે.સુત્રોએ જણાવ્યું હતું કે સરકાર પોતાના નિર્ણયમાં આગળ વધી રહી છે અને ૨.૫૦ કરોડ રૂપિયાનું અનુદાન પણ ફાળવવામાં આપ્યું છે.મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ આ મહીને કોલેજાેની આધારશિલા રાખવા માટે તૈયાર છે. સુુત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં મલનાડ અને ઉત્તર કર્ણાટક ક્ષેત્રોમાં કોલેજ બનાવવામાં આવી રહી છે અને ત્યારબાદ તેનો વિસ્તાર કરવામાં આવશે. કર્ણાટક વકફ બોર્ડના અધ્યક્ષ મૌલાના શફી સાદીએ કહ્યું કે વિશેષ કોલેજાે માટે બોર્ડ દ્વારા પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો અને આ નિર્ણય મોટી સંખ્યામાં મુસ્લિમ યુવતીઓ દ્વારા હિજાબ પહેરવાની મંજુરી ન આપવા પર ધર પર રહેવાના વિકલ્પ પસંદ કર્યા બાદ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પ્રસ્તાવ કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીને આપવામાં આવ્યો હતો પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્ણાટકના મંત્રી શશિકલા જાેલે અને કલાબુરગીના સાંસદ ઉમેશ જાધવે કર્યું હતું. રાજય સરકારે પ્રસ્તાવ પર સહમતિ આપી છે.હું મંત્રી શશિકલાનો આભાર માનુ છું જેમણે મુસ્લિમ યુવતીઓને શિક્ષિત કરવા માટે એક બેનની જેમ નેતૃત્વ કર્યું જાે કે હિન્દુ જન જાગૃતિ સમિતિના નેતા મોહન ગૌડાએ કહ્યું કે જાે મુસ્લિમ યુવતીઓની કોલેજ બનાવવી હોય તે હિન્દુ શિક્ષણ સંસ્થાન પણ બનાવવી જાેઇએ તેમણે કહ્યું કે સરકારનો આ નિર્ણય ધર્મનિરપેક્ષતા અને બંધારણના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે ગાૈંડાએ ચેતવણી આપી છે કે જાે સરકાર આ નિર્ણયને પાછો નહીં લે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જયારે શ્રીરામ સેનાના સંસ્થાપક પ્રમોદ મુથાલિકે રાજય સરકારને કોલેજાેના નિર્માણની વિરૂધધ્ધ પડકાર ફેંકતા કહ્યું કે રાજયમાં તેની મંજુરી આપવામાં આવશે તેમણે કહ્યું કે અમે કયારેય વિચાર્યું ન હતું કે ભાજપ વિધાનસભા ચુંટણી પહેલા મુસલમાનોની તુષ્ટિકરણમાં સામેલ થશે.આ એક વિભાજનકારી નિર્ણય છે.તેનાથી છાત્રોમાં વિભાજનકારી માનસિકતા વિકસિત થશે

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *