કર્ણાટક
કર્ણાટક વિધાનસભામાં ગુલબર્ગા (ઉત્તર) મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી ફાતિમાએ એવો આક્ષેપ કર્યો છે રાજ્ય શિક્ષણ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીનીઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. ફાતિમાએ કહ્યું, ‘યુવતીઓને શાળાઓમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. તે પણ એવા સમયે જ્યારે વાર્ષિક પરીક્ષાઓને માત્ર બે મહિના બાકી છે. આનો વિરોધ કરવા માટે તમામ જાતિ અને ધર્મના લોકો ડીસી ઓફિસ, કલાબુર્ગી ખાતે એકઠા થયા છે. કોંગ્રેસના ધારાસભ્યએ એમ પણ કહ્યું કે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને એક મેમોરેન્ડમ આપવામાં આવશે અને બાદમાં ઉડુપીમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ફાતિમાએ કહ્યું, ‘અત્યાર સુધી દરેક તેને (હિજાબ) પહેરતા હતા. હવે ઘણું મોડું થઈ ગયું છે. તેઓ અચાનક આ રીતે અમને કેમ રોકી રહ્યા છો? બુરખા-હિજાબ કોઈ નવી વાત નથી. નોંધનીય છે કે કર્ણાટક શિક્ષણ વિભાગે શનિવારે આદેશ જારી કરીને કહ્યું કે, ‘તમામ શાળાઓએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત યુનિફોર્મનું પાલન કરવાનું રહેશે. ખાનગી સંસ્થાઓના વિદ્યાર્થીઓ પણ પોત પોતાના મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયેલ ડ્રેસ કોડનું પાલન કરવાનું રહેશે.મીડિયા સાથે વાત કરતા ફાતિમાએ કહ્યું કે તે વિધાનસભામાં પણ હિજાબ પહેરે છે. ફાતિમાએ રાજ્ય સરકારને પડકાર ફેંકતા કહ્યું કે સરકાર હિજાબ પહેરવાનું બંધ કરી તો બતાવે. ફાતિમાએ કહ્યું, ‘અમે હિજાબનો રંગ યુનિફોર્મના રંગ સાથે મેચ કરવા માટે તેને બદલવા માટે તૈયાર છીએ, પરંતુ અમે તેને બદલીશું નહીં. તેને પહેરવાનું બંધ કરી શકાતું નથી. હું વિધાનસભામાં હિજાબ પહેરું છું. જાે સરકાર રોકી શકતી હોય તો તેણે મને હિજાબ પહેરવાથી રોકવી જાેઈએ.કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે કોંગ્રેસ ધારાસભ્ય કનીઝ ફાતિમા શનિવારે તેમના સમર્થકો સાથે કલબુર્ગી જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્ય શિક્ષણ વહીવટ મુસ્લિમ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આનું કારણ આપતા વહીવટીતંત્રે કહ્યું કે તે સંવાદિતા બગાડે છે, તેથી સમાન માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ થવો જાેઈએ.