બેલગાવી
શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ૩૦૦થી વધારે કાર્યકર્તા અને નેતાઓને સરહદ પર રોકવામાં આવ્યા છે અને કર્ણાટક પોલીસ દ્વારા પાછા મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે અમુકને મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી હતી. હકીકતમાં કર્ણાટક-મહારાષ્ટ્ર સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે કર્ણાટકમાં બીએસ બોમ્મઈ સરકારના અંતિમ શિયાળુ સત્ર માટે આજે મોટા પાયે વિરોધ પ્રદર્શનની યોજની બનાવી હતી. ત્યારે આવા સમયે એનસીપી અને શિવસેનાના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એનસીપીના હસન મુશ્રીફ અને શિવસેનાના કોલ્હાપુર જિલ્લા અધ્યક્ષ વિજય દેવાનેને આજે કર્ણાટકા બેલગાવીમાં પ્રવેશ કરવાની કોશિશ કરતા ધરપકડમાં લીધા હતા, જે દાયકા જૂના સરહદ વિવાદનું કેન્દ્ર છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ પ્રધાનમંત્રી મોદી પર ભારતને વિભાજીત કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરાકરના કારણ સરહદ વિવાદ થઈ રહ્યો છે. પીએમ મોદી મહારાષ્ટ્રને વિભાજીત કરવા માગે છે, બંને મુખ્યમંત્રીઓ અને ગૃહમંત્રી અમિત શાહની વચ્ચે બેઠક છતાં નેતાઓને ત્યાં જવાની મંજૂરી કેમ નથી? તેનાથી ખબર પડે છે કે, તેની પાછળ કેન્દ્ર સરકાર છે.
