Karnataka

કોંગ્રેસનો દાવો ઃ કર્ણાટકમાં સરકારી નોકરી માટે પુરુષોએ લાંચ અને મહિલાઓને કોઈની સાથે સૂવુ પડે છે

કર્ણાટક
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયંક ખડગેએ શુક્રવારે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ કહ્યુ હતુ કે, ‘રાજ્યમાં સરકારી નોકરી મેળવવા માટે પુરુષોએ લાંચ આપવી પડે છે, જ્યારે મહિલાઓએ કોઈની સાથે સૂવુ પડે છે.’ ખડગેએ ભરતી કૌભાંડોની ન્યાયિક તપાસ અથવા વિશેષ તપાસ ટીમ(એસઆઈટી)રચના કરવાની માંગ કરી હતી અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવા સરકાર પાસે માંગ કરી હતી. વિવિધ પદોની ભરતીમાં પ્રચંડ ભ્રષ્ટાચારમાં ભાજપની સંડોવણી પર સવાલ ઉઠાવતા ધારાસભ્ય પ્રિયંક ખડગેએ કહ્યુ, ‘સરકારે પોસ્ટ વેચવાનો ર્નિણય કર્યો છે. જાે યુવતીઓને સરકારી નોકરી જાેઈતી હોય તો તેણે કોઈની સાથે સૂવું પડે છે. જ્યારે પુરૂષોએ સરકારી નોકરી માટે લાંચ આપવી પડે છે. એક મંત્રીએ છોકરીને નોકરી માટે તેની સાથે સુવા કહ્યુ હતુ. કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી તેણે રાજીનામું આપ્યુ હતુ અને આ મે જે કહ્યુ તેનો પુરાવો છે.’ તેમણે કહ્યુ કે, ‘કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (કે.પી.ટી.સી.એલ)એ મદદનીશ ઈજનેર, જુનિયર ઈજનેર અને સિવિલ એન્જિનિયર સહિત કુલ ૧,૪૯૨ જગ્યાઓની ભરતી કરી છે.’ કોંગ્રેસના નેતા પ્રિયંક ખડગેએ વધુમાં જણાવ્યુ હતુ કે, ‘બ્લૂટૂથનો ઉપયોગ કરીને પરીક્ષા લખનાર ઉમેદવારની ગોકકમાં ધરપકડ કરવામાં આવી હતી. મારી પાસે જે માહિતી છે તે મુજબ સંભવ છે કે કુલ ૬૦૦ પોસ્ટ માટે ડીલ કરવામાં આવી હોય. એવી શંકા છે કે આસિસ્ટન્ટ એન્જિનિયરની પોસ્ટ માટે ૫૦ લાખ રૂપિયાની લાંચ મળી છે. જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે ૩૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ભરતીમાં જ ૩૦૦ કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાની શક્યતા છે. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યુ કે, ‘દરેક ભરતી પરીક્ષામાં ગેરરીતિ થાય તો ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ક્યાં જાય? ગુનેગારો અને વચેટિયાઓ જાણે છે કે કૌભાંડ પ્રકાશમાં આવશે તો પણ તેમને કંઈ થશે નહિ. સરકાર લગભગ ૩ લાખ વિદ્યાર્થીઓ કે જેમણે (કે.પી.ટી.સી.એલ)ની જગ્યાઓ માટે અરજી કરી છે તેમના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *