પશ્ચિમબંગાળ
સિલિગુડી જતા પહેલા સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ જીત માટે આભારી છે અને તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઉદ્યોગ અને રોજગાર સર્જન માટે કામ કરવાનો છે. અત્રે ઉલ્લેખનીય કે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ, પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીતનો સિલસિલો યથાવત રહ્યો છે. આગામી ૨૭ ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ રાજ્યની વધુ ૧૦૮ નગરપાલિકામાં ચૂંટણી યોજાનાર છે. મમતા બેનર્જીએ પાર્ટીના નેતાઓ અને સામાન્ય લોકોને નગરપાલિકાની ચૂંટણી માટે તૈયાર રહેવા સૂચના આપી છે. ટીએમસીએ ૪૧ માંથી ૩૯ બેઠકો જીતીને બિધાનનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પર ફરીથી કબજાે જમાવ્યો છે. જ્યારે વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી અને માર્ક્સવાદી પાર્ટી સીપીઆઈ-એમ અહીં તેમનું ખાતું પણ ખોલી શક્યા નથી. કોંગ્રેસે એક બેઠક અને એક વોર્ડમાં અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. ચંદનનગર મહાનગરપાલિકામાં ટીએમસીએ ૩૨માંથી ૩૧ બેઠકો જીતી હતી જ્યારે સીપીઆઈ-એમએ એક બેઠક જીતી હતી. સીપીઆઈ(એમ)ની આગેવાની હેઠળના ડાબેરી મોરચા પાસેથી સિલીગુડી મ્યુનિસિપલ કોર્પોરેશન છીનવીને અહીં ૪૭માંથી ૩૭ બેઠકો જીતીને શાસક પક્ષ માટે આગેકૂચ રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપે પાંચ બેઠકો જીતીને વિપક્ષનો દરજ્જાે હાંસલ કર્યો છે. જ્યારે ડાબેરી મોરચો ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેને માત્ર ચાર અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. સિલીગુડીમાં ટીએમસીને ૭૮.૭૨ ટકા વોટ મળ્યા જ્યારે બીજેપી અને સીપીઆઈ(એમ)ને અનુક્રમે માત્ર ૧૦.૬૪ ટકા અને ૮.૫ ટકા વોટ મળ્યા. ચારેય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં જીતથી ઉત્સાહિત, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જાહેરાત કરી કે પક્ષના નેતા ગૌતમ દેબ જીસ્ઝ્રના આગામી મેયર હશે. દેબ ૩,૦૦૦ મતોના માર્જિનથી જીત્યા છે. આસનસોલમાં, ટીએમસીએ ૧૦૬માંથી ૬૬ બેઠકો જીતી છે અને પાંચ વોર્ડમાં આગળ છે, જ્યારે ભાજપે પાંચ બેઠકો અને સીપીઆઈ(એમ) અને કોંગ્રેસે બે-બે બેઠકો જીતી છે. ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ૧૨ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી જેમાં ૯૫૩ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. મમતા બેનર્જીએ ટીએમસી પાર્ટીની “વિશાળ જીત” માટે લોકોનો આભાર માન્યો અને તેને લોકોની જીત ગણાવી. મમતા બેનર્જીએ કહ્યું કે હું લોકોનો આભારી છું. આગામી દિવસોમાં ૧૦૮ સિવિક બોડીની ચૂંટણી છે. સેવા, સમૃદ્ધિ, માતા-વિદ્યાર્થી-યુવાનોનું સન્માન, તમામ ધર્મો અને સંસ્કૃતિની સમરસતા વચ્ચે તમે જેટલું જીતશો તેટલું જ તમારે નમ્ર બનવું પડશે. લોકોમાં વિશ્વાસ જાળવવો પડશે. મારું લક્ષ્ય ઉદ્યોગ અને રોજગાર સર્જન છે. મહાનગરપાલિકા સામાન્ય લોકોને સેવા આપશે.પશ્ચિમ બંગાળના બિધાનનગર, સિલિગુડી, ચંદ્રનગર અને આસનસોલ એ ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સોમવારે તૃણમૂલ કોંગ્રેસે ભવ્ય જીત મેળવી છે. ચાર મહાનગરપાલિકાની ચૂંટણી પૈકી બે મહાનગરપાલિકામાં તો ભાજપ ખાતું પણ ખોલાવી શક્યું નથી. બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ રાજ્યની જનતા અને મા, માટી, માનુષને જીત માટે અભિનંદન પાઠવ્યા છે.
