Karnataka

ભાજપ સાંસદની ધમકી,મસ્જિદ જેવા દેખાતા બસ સ્ટેન્ડ પર બુલડોઝર ચલાવવામાં આવશે

મૈસૂર
કર્ણાટકમાં આગામી વર્ષથી યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા બુલડોઝરની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાએ એવી કહીને નવો વિવાદ છંછેડ્યો છે કે, મસ્જિદ જેવા દેખાતા મૈસૂર બસ સ્ટેન્ડ પર બુલડોઝર ચલાવામાં આવશે. તેમણે કહ્યું કે, મેં એન્જીનિયરને બે-ત્રણ દિવસમાં આવું કરવાનું કહ્યું છે. જાે આવું નહીં કરે, તો તે ખુદ જેબીસી લઈને ત્યાં પહોંચી જશે અને તેને ધ્વસ્ત કરી દેશે. ભાજપ સાંસદના નિવેદન પર કર્ણાટકના પીસીસી ચીફે કહ્યું કે, જાે આવું જ છે તો એ સરકારી ઓફિસો પર પણ બુલડોઝર ચલાવો, જેના પર ગુબંજ જેવી આકૃતિ બનેલી છે. હકીકતમાં આ બસ સ્ટેન્ડ મૈસૂર ઉટી રોડ પર આવેલું છે, જેની આકૃતિ મસ્જિદ જેવી દેખાય છે. ભાજપ સાંસદ સિમ્હાએ કહ્યું કે, મેં સોશિયલ મીડિયા પર તેને જાેઈ હતી. બસ પર ગુબંજ બનાવ્યા છે. આ મસ્જિદ જ છે, બીજૂ કંઈ નથી. ભાજપ સાંસદ પ્રતાપ સિમ્હાએ કહ્યું કે, મેં એન્જીનિયરોને ત્રણ-ચાર દિવસમાં આ ગુંબજને ધ્વસ્ત કરવા માટે કહ્યું છે. જાે તેઓ આવું નહીં કરે, તો હું એક જેબીસી લાવીશ અને તેને તોડી નાખીશ. આ તમામની વચ્ચે કોંગ્રેસે ભાજપ સાંસદ પર ટાર્ગેટ કર્યો હતો. કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ સલીમ અહમદે કહ્યું કે, મૈસૂરના સાંસદનું આ મૂર્ખતાપૂર્ણ નિવેદન છે. શું તેઓ એવી તમામ સરકારી ઓફિસો પાડી દેશે, જેની ઉપર આવા ગુંબજ બનેલા છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *