કર્ણાટક
કોંગ્રેસના નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ પોતાની ભારત જાેડો યાત્રા દરમિયાન ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહાર કર્યા છે. પોતાના એક લેટેસ્ટ નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મહાત્મા ગાંધી અને નહેરુએ દેશને આઝાદ કરાવ્યા પરંતુ મારી સોચ કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સાવરકર આઝાદીની લડતમાં ક્યાંય ન હતાં. ભાજપ દ્વારા કોંગ્રેસ પી.એફ.આઈનું સમર્થન કરી રહી છે તેવા આરોપ પર જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મારો વિચાર છે કે તેનાથી કોઈ ફરક પડતો નથી કે નફરત ફેલાવનાર વ્યક્તિ કોણ છે અને કયા સમુદાયથી આવે છે, નફરત અને હિંસા ફેલાવવી એ એક રાષ્ટ્ર વિરોધી કાર્ય છે અને અમે એ દરેક વ્યક્તિ વિરુદ્ધ લડીશું જે નફરત ફેલાવશે. રાહુલ ગાંધીએ સંઘ પરિવાર પર પ્રહાર કરતા કહ્યું કે મારી સમજ મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગ્રેજાેની મદદ કરતા હતા અને સાવરકરને અંગ્રેજાે તરફથી વજીફો (પૈસા) મળતા હતા. આ ઐતિહાસિક તથ્ય છે. સ્વતંત્રતા સંગ્રામમાં ક્યાંય પણ ભાજપ દેખાશે નહીં. તેમણે કહ્યું કે એ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ હતા જેમણે અંગ્રેજાે સામે લડત લડી, જેમણે જેલમાં અનેક વર્ષો વીતાવ્યા. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, તેમણે અંગ્રેજાે સામે લડતા પોતાના જીવ આપી દીધા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ એકલો દેશને વહેંચવાનું કામ કરી રહ્યો છે. આ જ કારણ છે કે અમારે ભારત જાેડો યાત્રા કાઢવી પડી. હું એકલો નથી જે આ યાત્રામાં સામેલ છે, અમારી આ યાત્રામાં લાખો લોકો પગપાળા જાેડાયા છે. અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાની કેટલીક તસવીરો વચ્ચે વચ્ચે વાયરલ થતી રહે છે.
