Karnataka

વડાપ્રધાન દાઢી સાથે સંસદમાં આવી શકે તો છોકરી હિજાબ પહેરી ક્લાસમાં ન જાઈ શકે ઃ ઓવૈસી

કર્ણાટક
હિજાબનો વિવાદ કર્ણાટકમાં શરૂ થયો હતો જ્યાં કેટલીક છોકરીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને હિજાબ પહેરવા માટે કેમ્પસ અને ક્લાસમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. કર્ણાટકના ઉડુપીમાં ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી મહિલા કોલેજમાં ગયા મહિને હિજાબ સામે વિરોધ શરૂ થયો હતો. કોલેજની છ વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે હિજાબ પહેરવા બદલ તેમને ક્લાસમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.કર્ણાટકથી શરૂ થયેલા હિજાબ વિવાદ પર સતત રાજનીતિ ગરમાય રહી છે. હવે છૈંસ્ૈંસ્ ચીફ અસદુદ્દીન ઓવૈસી આ મામલે ઁસ્ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને લઈને આવ્યા છે. મુરાદાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કેરળ હાઈકોર્ટે ભારપૂર્વક કહ્યું છે કે બુરખો, હિજાબ અને ચાદર ઈસ્લામની એક ખાસ વિશેષતા છે. જાે પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીના નેતાઓ દાઢી અને ટોપી સાથે સંસદમાં આવી શકે છે તો પછી છોકરી હિજાબ પહેરીને ક્લાસમાં જતી હોય તો તમારે કેમ રોકવા જાેઈએ. તમે તેમને ભણવા દો. તની સાથે જ હિજાબ વિવાદના કેસમાં અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને ખરું-ખોટું સંભળાવતા તેમાં પોતાનું નાક ના અડાડવાની સલાહ આપી. ઓવૈસીએ કહ્યું કે મલાલા યુસુફઝઈ પર હુમલો પાકિસ્તાનમાં થયો હતો. પાકિસ્તાન છોકરીઓના શિક્ષણના મામલામાં અમને જ્ઞાન ના આપે. પાકિસ્તાનના બંધારણ મુજબ કોઈ પણ બિન-મુસ્લિમ પાકિસ્તાનના વડાપ્રધાન બની શકતા નથી. અસદુદ્દીન ઓવૈસીએ કડક શબ્દોમાં કહ્યું કે મારે પાકિસ્તાનના લોકોને કહેવું છે કે અહીં ના જુઓ, ત્યાં જ જુઓ. તમને ખબર નથી કે તમારી પાસે બલૂચિઓને (બલુચિસ્તાન) લઇ શું-શું લડાઈ છે. આ દેશ મારો છે, આ અમારા ઘરનો મામલો છે. તેમાં તમારું નાક કે પગ ના અડાડો. નહિંતર તમારા જ પગ અને નાકને ઇજા થશે. હિજાબ વિવાદ પર મલાલા યુસુફઝઈએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે હિજાબ પહેરેલી છોકરીઓને સ્કૂલમાં પ્રવેશતા અટકાવવું એ ભયાનક છે. મહિલાઓ પર ઓછા કે વધુ કપડા પહેરવા બદલ હુમલો કરવામાં આવે છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાંસિયામાં ધકેલી દેવાનું બંધ કરવું જાેઈએ.

Asaduddin-Owaisi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *