Karnataka

વન નેશન વન ડાયાલીસીસ કાર્યક્રમ અમલી ઃ મનસુખ માંડવીયા

ચેન્નઈ
વન નેશન વન રેશન કાર્યક્રમની જેમ હવે દેશમાં ટુંક સમયમાં વન નેશન વન ડાયાલીસીસ કાર્યક્રમ દેશમાં લાગુ પડશે. આ જાહેરાત કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટુંક સમયમાં જ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલીસીસ કાર્યક્રમ અંતર્ગત એક રાષ્ટ્ર એક ડાયાલીસીસ કાર્યક્રમ શરૂ કરશે. આ યોજનાના માધ્યમથી કોઈપણ દર્દી દેશમાં કયાંયથી પણ ડાયાલીસીસની સુવિધા પ્રાપ્ત કરી શકે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હાલ તામિલનાડુ અને પુડુચેરીના બે દિવસીય પ્રવાસે છે. તેમણે ચેન્નાઈમાં તામિલનાડુ સરકારના મલ્ટી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં સ્થાપિત રોબોટીક મશીનનું અવલોકન કર્યું હતું.આ તકે તેમણે જણાવ્યું હતું કે સરકાર દેશમાં સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવા માટે સતત કાર્ય કરી રહી છે, જેથી એ નિશ્ર્‌ચિત થાય છે. આજે દરેક નાગરિકને ગુણવતાપૂર્ણ સ્વાસ્થ્ય સુવિધા મળે.
બીમારી અગાઉથી જાણ કરીને નથી આવતીઃ માંડવીયાએ જણાવ્યું હતું કે બીમારી બોલીને નથી આવતી. તેને આશા વ્યક્ત કરી હતી કે સીજીએચએસ કેન્દ્ર આવનારા સમયમાં બધાને લાભાન્વિત કરશે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર એક મોટી પોલી કલીનીક હોસ્પીટલની સાથે સ્વાસ્થ્ય સુવિધાના ક્ષેત્રનો વિસ્તાર કરશે અને સીજીએચએસ સેવાઓની પહોંચમાં સુધારો કરશે તથા કેન્દ્ર સરકારના સેવારત અને સેવા નિવૃત કર્મચારીઓને લાભાન્વિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *