કર્ણાટક
કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે કહ્યું, ‘૧ ફેબ્રુઆરી સુધી સમગ્ર સ્થિતિ નિયંત્રણમાં હતી, જ્યારે કેટલાક રાજકીય પક્ષોએ તેને ઉશ્કેર્યો, સમાજના અન્ય વર્ગો તરફથી પ્રતિક્રિયા આવી. અમે વિદ્યાર્થીઓને અપીલ કરીએ છીએ કે તેઓ કાયદો હાથમાં ન લે. કર્ણાટક હાઈકોર્ટે રાજ્યના વિવિધ ભાગોમાં વધી રહેલા હિજાબ વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને શાંતિ અને સંવાદિતા જાળવવા અપીલ કરી હતી. દરિયાકાંઠાના શહેર ઉડુપીમાં સરકારી પ્રી-યુનિવર્સિટી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થીનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કર્યા પછી, કોર્ટે કહ્યું કે તે હવે બુધવારે વધુ સુનાવણી કરશે. જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિતની સિંગલ બેન્ચે કહ્યું, “આ કોર્ટ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા વિનંતી કરે છે. આ અદાલત સામાન્ય જનતાના શાણપણ અને નીતિશાસ્ત્રમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને તેને વ્યવહારમાં અપનાવવામાં આવે તેવી અપેક્ષા રાખે છે. જસ્ટિસ દીક્ષિતે લોકોને ભારતીય બંધારણમાં વિશ્વાસ રાખવાની શિખામણ આપતાં કહ્યું હતું કે કેટલાક તોફાની તત્વો જ આ બાબતને જન્મ આપી રહ્યા છે. જસ્ટિસ દીક્ષિતે વધુમાં કહ્યું કે આંદોલન, સૂત્રોચ્ચાર અને વિદ્યાર્થીઓ એકબીજા પર હુમલો કરે એ સારી વાત નથી. આ પહેલા મંગળવારે કર્ણાટકના વિવિધ ભાગોમાં આવેલી કોલેજાેમાં હિજાબના સમર્થનમાં અને તેની વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ લોકોને શાંતિની અપીલ કરી હતી.તેમણે કહ્યું કે કોઈને પણ પોલીસ બળનો ઉપયોગ કરવાની તક આપવી જાેઈએ નહીં.કર્ણાટકમાં હિજાબનો મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે શિવમોગાની સરકારી ડિગ્રી કોલેજમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે. આ માહિતી શિવમોગાના પોલીસ અધિક્ષક બીએમ લક્ષ્મી પ્રસાદે આપી હતી. તેમણે કહ્યું કે કેટલાક બહારના તત્વોએ પથ્થરમારો કર્યો હતો. અમારી પાસે કેટલાક વીડિયો છે, જેના આધારે અમે ધરપકડ કરીશું. સાથે જ તેમણે કહ્યું કે આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.એક પોલ પરથી રાષ્ટ્રધ્વજ ઉતાર્યા બાદ ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો હોવાના અહેવાલ છે જે યોગ્ય નથી, તે પોલ પર રાષ્ટ્રધ્વજ નહોતો, પોલ ખાલી હતો. પોલ પર માત્ર એક જ ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને બાદમાં તેણે પોતે તેને હટાવી લીધો હતો.