કર્ણાટક
ગુરુવારે શિવમોગાની ડ્ઢફજી કોલેજમાં પણ છોકરીઓ હિજાબ પહેરીને આવી હતી. કર્ણાટક હાઈકોર્ટના આદેશ પર જ્યારે કોલેજે તેમને ધાર્મિક પ્રતીકો સાથે એન્ટ્રી આપવાની ના પાડી તો તેમણે દલીલબાજી શરૂ કરી દીધી. આના પર મેનેજમેન્ટે તેમને કોલેજમાં આવવાને બદલે ઓનલાઇન ક્લાસમાં હાજર રહેવાનું કહ્યું હતું. હાઈકોર્ટમાં ગુરુવારે સતત ચોથા દિવસે હિજાબ વિવાદની સુનાવણી થવાની છે. આ પહેલાં બુધવારે કોર્ટની ત્રણ જજની બેંચે આ મામલે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન અરજદારોના વકીલ અને સરકારી વકીલે પોતાની દલીલો રજૂ કરી હતી, પરંતુ કોઇ ર્નિણય પર પહોંચી શકાયું ન હતું. કોર્ટ ગુરુવારે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરે એવી સંભાવના છે. હિજાબ મામલા પર ૫૦૦થી વધુ લો સ્ટુડન્ટ્સ, લો એક્સપર્ટ્સ અને વકીલોએ એક ખુલ્લો પત્ર લખ્યો છે, જેમાં હિજાબ પહેરવાને કારણે મુસ્લિમ યુવતીઓને સ્કૂલ-કોલેજમાં જતી રોકવામાં આવતી હોવાની વાતની નિંદા કરવામાં આવી છે. એને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કહેવામાં આવ્યું છે, સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ છોકરીઓ અને મહિલાઓ સાથે કરાઈ રહેલું આ વર્તન અમાનવીય છે. એ બંધારણ અને સમગ્ર સમુદાયના અપમાન બરાબર છે. સન્માનની સાથે જીવન જીવવાના તેમના મૂળ અધિકારની રક્ષા કરવામાં નિષ્ફળ રહેવાના કારણે અમારું મસ્તક શરમથી નમી ગયું છે.હિજાબને લઇને રજૂ કરવામાં આવેલી એક અન્ય અરજીમાં ડો.કુલકર્ણીએ કોર્ટની સામે કહ્યું કે કૃપા કરીને શુક્રવાર અને રમઝાન દરમિયાન હિજાબ પહેરવાની પરવાનગી આપો. કર્ણાટક હાઈકોર્ટની મોટી બેન્ચે ૫માં દિવસની સુનાવણી શરુ કરી છે. જાેકે આ દરમિયાન નવી અરજીઓ આવતા ચીફ જસ્ટીસે અરજીકર્તાઓને કહ્યું કે અમે ચાર અરજીઓ જાેઈ ચૂક્યા છીએ, ૪ બાકી છે. અમને ખ્યાલ નથી કે તમે આના માટે વધુ કેટલો સમય લેશો. અમે આ મુદ્દે હવે વધુ સમય ન આપી શકીએ. એડવોકેટ કોતવાલની અરજી જનહિત અરજી અધિનિયમ ૨૦૧૮ હેઠળ ન હોવાના કારણે બેન્ચે તેને રદ કરી છે. તે પહેલા વકીલે ઓળખાણ જણાવ્યા વગર જ દલિલો શરુ કરી દીધી તો જસ્ટીસ દીક્ષિતે તેને પુછ્યું કે તમે આટલા મહત્વપુર્ણ અને ગંભીર મુદ્દામાં કોર્ટનો સમય બગાડી રહ્યા છો, પેજિનેશન યોગ્ય નથી, પહેલા તમે પોતાની ઓળખાણ જણાવો, તમે છો કોણ? કર્ણાટકના હુબલી-ધારવાડમાં આવેલી સ્કૂલ-કોલેજની આસપાસ કલમ ૧૪૪ ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. તાત્કાલિક અસરથી ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારનાં પ્રદર્શન પર પ્રતિબંધ રહેશે. બીજી તરફ કર્ણાટકના બેલાગવીમાં એક ખાનગી કોલેજની સામે કેટલાક છોકરાઓએ હિજાબ પહેરેલી મુસ્લિમ છોકરીઓને ક્લાસમાં બેસવાની મંજૂરી આપવાની માગણી કરી હતી. તેમણે અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા હતા, તેમાંથી કેટલાકની પોલીસે ધરપકડ કરી હતી.હિજાબ વિવાદને લઈને કર્ણાટક હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી ૫માં દિવસે પણ અર્નિણયિત રહી. બેન્ચે શુક્રવારે ફરી સુનાવણીનો આદેશ કર્યો છે. જ્યાં એટૉર્ની જનરલ પ્રભુલિંગ નવદગી દલીલો કરશે. ૫ વિદ્યાર્થીઓના વકીલ એએમ ડારે કોર્ટ પાસે માગ કરી કે સરકારના આદેશથી તે લોકો પર અસર થશે જે હિજાબ પહેરે છે. આ ગેરબંધારણિય છે. ત્યાર બાદ કોર્ટે વર્તમાન અરજી પરત લઈને નવી અરજી લાવવાનું કહ્યું. શુક્રવારે કોર્ટ વધેલી ૭ અરજીઓના આધાર પર જ સુનાવણી કરશે.