કર્ણાટક
રાહુલ ગાંધીએ સરસ્વતી પૂજા હેશટેગ સાથે વસંત પંચમી પર ટિ્વટ કર્યું છે. તેમણે લખ્યું, “છોકરીઓના હિજાબને તેમના શિક્ષણના માર્ગમાં આવવા દેવાથી, આપણે ભારતની દીકરીઓનું ભવિષ્ય છીનવી રહ્યા છીએ, માતા સરસ્વતી, બધાને જ્ઞાન આપો. મા સરસ્વતી કોઇ સાથે ભેદભાવ નથી રાખતા.” કર્ણાટકના ઉડુપીની એક સરકારી કોલેજમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવાને લઈને વિવાદ શરૂ થયો છે. અન્ય એક ઘટનામાં, હિજાબ પહેરેલી કુંદાપુર કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિનીઓને પ્રિન્સિપાલે સંસ્થાના મુખ્ય દ્વાર પર રોકી હતી. આ વિવાદ વચ્ચે, કર્ણાટક સરકારે શૈક્ષણિક સંસ્થાઓને કહ્યું છે કે તેઓ આ સંબંધમાં આવતા અઠવાડિયે હાઈકોર્ટ આદેશ ન આપે ત્યાં સુધી વર્તમાન ડ્રેસ નિયમોનું પાલન કરે. આ મુદ્દે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા મુસ્લિમ વિદ્યાર્થીનીઓના સમર્થનમાં સામે આવ્યા છે. તેમણે કહ્યું કે હિજાબ મુસ્લિમોનો મૂળભૂત અધિકાર છે. શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે. જાે તેમને શાળાએ આવતા અટકાવવામાં આવે તો તે તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. વિવાદ વચ્ચે, કર્ણાટક સરકારે શૈક્ષણિક સંસ્થાઓને આ સંદર્ભમાં આવતા અઠવાડિયે હાઈકોર્ટ આદેશ ન આપે ત્યાં સુધી વર્તમાન ડ્રેસ નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.કોંગ્રેસ નેતાએ કહ્યું કે હિજાબ ભારતની દીકરીઓના શિક્ષણના માર્ગમાં આવીને તેમનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે ટિ્વટ કર્યું, “જ્યારે ધરતી પર ગર્વથી પાક ખીલે છે ત્યારે ખેડૂતોની મહેનત રંગ લાવે છે. દરેકને વસંત પંચમી અને સરસ્વતી પૂજાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!”
