Karnataka

હિજાબ વિવાદ મામલે સુપ્રિમ કોર્ટમાં વધુ સુનાવણી ૫ સપ્ટેમ્બરે યોજાશે

કર્ણાટક
કર્ણાટક હિજાબ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના ફેંસલાને પડકારતી અરજી કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિજાબ પહેરવો તે આવશ્યક છે, પરંતુ ધાર્મિક પ્રથાનો ભાગ નથી. તેને બંધારણના અનુચ્છેદ ૨૫ અંતર્ગત સંરક્ષિત કરવામાં આવી શકે છે. હવે આ મામલે વધુ સુનાવણી ૫મી સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. કર્ણાટક હાઇકોર્ટે ક્લાસરૂમમાં હિજાબ પહેરવા માટે પરવાનગી આપવા મામલે ગર્વમેન્ટ પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની મુસ્લિમ વિદ્યાર્થિનીઓની અરજી ફગાવી દીધી હતી. આ ઉપરાંત હાઇકોર્ટે આ મામલે કહ્યું હતું કે, ‘હિજાબ પહેરવો એ ઇસ્લામ ધર્મમાં ફરજિયાત છે, પરંતુ ધાર્મિક પ્રથાનો ભાગ નથી.’ કર્ણાટક હાઇકોર્ટે કહ્યું હતું કે, ‘સ્કૂલ યુનિફોર્મનો નિયમ બરાબર છે અને બંધારણીય રીતે પણ સ્વીકાર થયેલો છે. તેના પર વિદ્યાર્થિનીઓ સવાલ ઉઠાવી શકે નહીં. સરકાર પાંચ ફેબ્રુઆરી, ૨૦૨૨ના સરકારી આદેશને જાહેર કરવાનો અધિકાર છે અને તેને રોકવાનો કોઈ અર્થ થતો નથી.’ આ આદેશમાં રાજ્ય સરકારે સ્કૂલમાં સમાનતા, અખંડિતતા અને સાર્વજનિક વ્યવસ્થાને હાનિ પહોંચે તેવા કપડાં સ્કૂલ અને કોલેજમાં પહેરવાની મનાઈ ફરમાવી છે. ત્યારે મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. કર્ણાટક હાઇકોર્ટે કહ્યું હતું કે, શિક્ષણ સંસ્થાઓમાં નક્કી કરેલો યુનિફોર્મ દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીએ ફરજિયાત પહેરવો પડશે. આ આદેશના વિરોધમાં નિબા નાજે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેમાં તેમણે કહ્યુ હતુ કે, કર્ણાટક હાઇકોર્ટે ‘ધર્મની સ્વતંત્રતા’ અને ‘વિવેકની સ્વતંત્રતા’ના એક દ્વૈતવાદ બનાવવામાં ભૂલ કરી છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *