Karnataka

નાદિયામાં સગીર બાળકી પર રેપ અને હત્યા પર મમતા બેનર્જીની પ્રતિક્રીયા

કોલકત્તા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નાદિયામાં સગીર બાળકી સાથે કથિત રીતે રેપ અને બાદમાં તેની હત્યા મામલે એવુ નિવેદન આપ્યુ છે ત્યારબાદ તે નિશાના પર આવી ગયા છે. મમતા બેનર્જીએ આ ઘટના પર સવાલ ઉઠાવીને કહ્યુ કે શું ખરેખર સગીરા સાથે રેપ થયો હતો કે પછી તેનો લવ અફેર હતો, ત્યારબાદ તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. મમતાએ કહ્યુ કે તમે કેવી રીતે જાણો છો કે તેની સાથે રેપ થયો હતો. પોલિસે હજુ સુધી મોતનુ કારણ જણાવ્યુ નથી. મમતા બેનર્જીએ કહ્યુ કે અહીં સુધી કે છોકરીના પરિવારવાળા પણ જાણતા હતા કે તેનો અફેર ચાલી રહ્યો હતો. જાે કપલ રિલેશનશિપમાં હતો તો તમે તેમને કેવી રીતે રોકી શકો છો. તેમણે કહ્‌ટયુ કે આ ઉત્તર પ્રદેશ નથી કે હું અહીં લવ જેહાદના નામ પર કરી દઉ. આ સમગ્ર મામલાની સ્ટેટ ચાઈલ્ડ કમિશન તપાસ કરશે. આ દરમિયાન કેન્દ્ર પર પ્રહાર કરીને મમતા બેનર્જીએ કહ્યુ કે છેવટે દિલ્લી, યુપી, રાજસ્થાન, આસામ, બિહારમાં હત્યાની કેટલી સીબીઆઈ તપાસ કરવામાં આવી છે. કેટલા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. તમે સીબીઆઈ, ઈડી દ્વારા ભલે જેટલા ષડયંત્ર કરી લો, તમે અમને નબળા નહિ પાડી શકો, વિચારતા પણ નહિ કે અમે નબળા છે. ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જીના આ નિવેદનની ટીકા કરી છે. પશ્ચિમ બંગાળ ભાજપના ટિ્‌વટર હેન્ડલથી ટિ્‌વટ કરીને લખવામાં આવ્યુ, બંગાળના મહિલા મુખ્યમંત્રીને શરમ આવવી જાેઈએ, તેમણે સગીરાની ઘટનાને નાની ગણાવી છે. તેઓ છોકરીના ચરિત્રનુ હનન કરી રહ્યા છે, તેના સ્વાભિમાન પર સવાલ ઉઠાવી રહ્યા છે. મહિલાઓને આવા રાજ્યમાં ન્યાય ન મળી શકે જ્યાં મહિલા મુખ્યમંત્રી જ રેપ પીડિતાના ચરિત્ર પર સવાલ ઉઠાવતા હોય. ટીએમસીના બ્લૉક પ્રેસિડેન્ટના દીકરાએ સગીરા સાથે રેપ કર્યો અને તેને સળગાવી દીધી જેથી પુરાવાનો નષ્ટ કરી શકાય. જ્યારે મુખ્યમંત્રી સવાલ પૂછી રહ્યા છે કે છોકરી સાથે રેપ થયો છે તે પ્રેગ્નેન્ટ હતી, કે તેનો લવ અફેર ચાલી રહ્યો હતો. બંગાળની શરમ છે મમતા બેનર્જી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જયદીપ ધનકરે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે. તેમણે નાદિયામાં સગીરા સાથે રેપ અને તેની હત્યાને લઈને રિપોર્ટ માંગ્યો છે. આ પહેલા પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શિવેન્દુ અધિકારીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. શુવેન્દુ અધિકારીએ રાજ્યમાં આર્ટિકલ ૩૫૫ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી હતી.

mamata-banerjee.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *