Kerala

બિલ પર રાજ્યપાલની મંજૂરી માટે સમય મર્યાદા નક્કી કરી શકાતી નથી

કોચ્ચી
કેરળ હાઈકોર્ટે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને રાજ્યપાલની સંમતિ માટે સમય મર્યાદા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે હાઈકોર્ટે આ માંગ સાથે સંબંધિત જાહેર હિતની અરજી ને ફગાવી દીધી હતી.પીઆઈએલને ફગાવી દેતા કેરળ હાઈકોર્ટે કહ્યું કે બિલો પર સમય મર્યાદા નક્કી કરવી એ રાજ્યપાલનું કામ નથી. વિધાનમંડળનો અર્થ એ છે કે વિધાનસભા અથવા સંસદ જ આ અંગે કોઈ કાયદો અથવા નિયમ નક્કી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, દેશના ઘણા રાજ્યોમાં, વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા બિલ અથવા કાયદા વિવિધ કારણોસર લાંબા સમય સુધી રાજભવનમાં અટવાયેલા રહે છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા પછી જ આનો અમલ થઈ શકે છે, તેથી સંબંધિત રાજ્ય સરકારો ખોટ અનુભવે છે. તેમના રાજભવનમાંથી વારંવાર એવી ફરિયાદ આવતી હોય છે કે પાસ થયેલા બિલોને તાત્કાલિક મંજૂરી આપવામાં આવતી નથી. આ સમસ્યા એવા રાજ્યોમાં વધુ જાેવા મળે છે જ્યાં સરકારો અને રાજ્યપાલો વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ નથી અથવા વિવાદોથી ભરેલા છે. આ સમસ્યા દૂર કરવા માટે પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આવા રાજ્યોમાં કેરળ પણ આવે છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *