Kerala

કેરળના બહાદુર પોલીસ અધિકારીએ ધારદાર હથિયારનો હુમલો હાથથી રોક્યો

કેરળ
એસએચઓ અરુણ કુમાર પર એક ગુનેગાર ધારદાર હથિયાર વડે હુમલો કરે છે, પરંતુ જીૐર્ં અરુણ કુમાર આ હુમલાથી ગભરાતા નથી પરંતુ તેનો મુકાબલો કરે છે. આ વાયરલ વીડિયો ૈંઁજી ઓફિસર સ્વાતિ લાકરાએ ટિ્‌વટર પર શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેણે લખ્યું છે કે અસલી હીરો આવો દેખાય છે. કેરળના આ સબ ઈન્સ્પેક્ટરને સલામ. રિપોર્ટ અનુસાર, આ વીડિયો ૧૨ જૂનના અલપ્પુઝા નૂરનાદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણ કુમારનો છે. અરુણ કુમારે પોતે આ પરાક્રમ વિશે પોતાનો અનુભવ શેર કર્યો છે. અરુણ કુમારે કહ્યું કે મેં ગુનેગારને પકડી લીધો અને તેની પાસેથી હથિયાર જપ્ત કર્યું, ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યો. તેને રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. મારા પર થયેલા હુમલાને કારણે મારા જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી, મને ૭ ટાંકા લેવા પડ્યા હતા. ડીજીપીએ મારી બહાદુરીની પ્રશંસા કરી. મેં જે રીતે સમયસર આ કાર્યવાહી કરી તેની તેમણે પ્રશંસા કરી છે. અરુણ કુમારે જણાવ્યું કે ૧૨ જૂનના રોજ આરોપીએ મારી કાર રોકી અને મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, તેણે મારા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, મેં તેની સામે કોઈ ઉશ્કેરણીજનક પગલાં લીધા નહીં, તેમ છતાં તેણે મારા પર હુમલો કર્યો. હું પેટ્રોલીંગ ડ્યુટી પર હતો ત્યારે આરોપીઓએ મારા પર હુમલો કર્યો. જાે કે, આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસની નોકરીના વ્યવસાયમાં પોલીસકર્મીઓ ઘણીવાર કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલા જાેવા મળે છે. પરંતુ આ તમામ વિવાદો વચ્ચે કેટલાક એવા પોલીસકર્મીઓ છે જે બહાદુરીથી બદમાશો અને ગુનેગારોનો સામનો કરે છે. આવો જ એક કિસ્સો કેરળમાં સામે આવ્યો છે. અહીં પોલીસ અધિકારીએ જે બહાદુરીથી ગુનેગારનો સામનો કર્યો અને તેને પકડી પાડ્યો તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *