Kerala

કેરળના સિનેમાઘરો દ્વારા દુલકર સલમાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

કેરળ
સાઉથ સિનેમાના સ્ટાર દુલકર સલમાનની સામે એક નવી સમસ્યા ઉભી થઈ છે. કેરળના સિનેમા હોલ દ્વારા દુલકર સલમાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેનું કારણ તેની આગામી ફિલ્મ ‘સેલ્યૂટ’ છે. ‘સેલ્યૂટ’ દુલકર સલમાનની હોમ પ્રોડક્શન ફિલ્મ છે. ફિલ્મ એક્ઝિબિટર્સ યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન ઓફ કેરળએ અભિનેતાએ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર તેની ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કર્યા પછી દુલકર સલમાન પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય કર્યો. રોશન એન્ડ્રૂઝ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સેલ્યૂટ’માં દુલકર સલમાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અગાઉ ૧૪ જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ-૧૯ને કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. ફિલ્મ એસોસિએશને દાવો કર્યો છે કે, પ્રોડક્શન હાઉસ અને એસોસિએશન વચ્ચે રિલીઝ કરાર થયો હતો. જાે કે, પ્રોડક્શન હાઉસે એસોસિએશન સાથે કોઈપણ ચર્ચા કર્યા વિના ફિલ્મને સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો ર્નિણય કર્યો. દુલકર સલમાનના પ્રોડક્શન હાઉસના આ કૃત્યથી ફિલ્મ એક્ઝિબિટર્સ યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન ઓફ કેરળને તેના પર પ્રતિબંધ મૂકવાનું આ કડક પગલું ભર્યું છે. એસોસિએશને એવી ફિલ્મો સાથે સહયોગ ન કરવાનો પણ ર્નિણય લીધો છે. જેમાં દુલકર સલમાન જાેવા મળશે અને તેના દ્વારા ફિલ્મો બનાવશે. ફિલ્મ એક્ઝિબિટર્સ યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન ઓફ કેરળના ર્નિણય પર સલમાન દુલ્કરે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. દુલકર સલમાને તાજેતરમાં જ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સોની લિવ પર ફિલ્મની રિલીઝની જાહેરાત કરી હતી. અભિનેતા દુલ્કર સલમાને તેની પોસ્ટમાં લખ્યું – રોશન એન્ડ્રૂઝ દ્વારા દિગ્દર્શિત અને બોબી અને સંજય દ્વારા લખાયેલી ફિલ્મ સેલ્યુટ માટે સોનીલિવ અને વેફેરર ફિલ્મ્સ એકસાથે આવવા માટે ખૂબ જ ખુશ છે. આ ફિલ્મ સોની લિવ પર ૧૮ માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દુલકર સલમાન પોલીસ ઓફિસરના રોલમાં જાેવા મળશે. ફિલ્મમાં તેના પાત્રને એક વિચિત્ર કેસ મળે છે. જેને ઉકેલવા માટે તે સખત મહેનત કરી રહ્યો છે. દુલકર સલમાનની આ ફિલ્મથી તેના ચાહકોને ઘણી આશાઓ છે. દુલકર સલમાનની ફિલ્મ કુરુપને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. ગેંગસ્ટરની ભૂમિકા ભજવ્યા બાદ, દુલકર હવે પોલીસની ભૂમિકામાં તેની કુશળતા બતાવવા માટે તૈયાર છે.

Dulquer-salmaan-banned-by-kerala-cinema.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *