Kerala

કેરળમાં નીટની પરીક્ષાની શરમજનક ઘટના વ્યક્ત કરતી વિદ્યાર્થીની વ્યથા

કેરળ
કેરળમાં શરમજનક ઘટના સામે આવ્યા બાદ વિદ્યાર્થીએ પોતાની વ્યથા કહી મારી સાથે ‘ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય’ કરવામાં આવ્યું હતું. જ્યારે હું પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ત્યારે મને લાગ્યું કે સ્કેન કર્યા બાદ મને પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ત્યાં હાજર મહિલાઓએ મને બે લાઇનમાં ઉભી કરી દીધી. આમાંની એક લાઇન એવી છોકરીઓને બનાવવામાં આવી હતી કે જેમણે મેટલ હૂકવાળી બ્રા પહેરી હતી અને બીજી લાઇન…. ખૂબ જ શરમજનક આ ઘટનાનો ભોગ બનેલી એક વિદ્યાર્થીની પોતાની આપવીતી વર્ણવતા રડી પડી હતી. જણાવી દઈએ કે નીટની પરીક્ષા આપવા ગયેલી વિદ્યાર્થિનીઓના અંડરગાર્મેન્ટ્‌સને અનલોડ કરવાના મામલાએ દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. નેશનલ ટેસ્ટ એજન્સીએ પણ આ કેસમાં તપાસ સમિતિની રચના કરી છે. સાથે જ કેરળ પોલીસે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થિનીઓને અંડરગાર્મેન્ટ્‌સ ઉતારવા માટે મજબૂર કરવા બદલ બે મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. તેમણે મને પૂછ્યું કે શું તમે મેટલ હૂકવાળી બ્રા પહેરી છે? મેં હા પાડી, તેથી તેઓએ મને એક લાઇનમાં જવાનું કહ્યું.” છોકરીએ કહ્યું કે તે ત્યારે સમજી ગઈ હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે અને શા માટે થઈ રહ્યું છે. યુવતીએ વધુમાં જણાવ્યું કે, “તેણે બ્રા ઉતારીને ટેબલ પર મૂકવા માટે કહ્યું હતું. તમામ બ્રા એક સાથે મૂકવામાં આવી હતી. અમને ખબર પણ નહોતી કે જ્યારે અમે પાછા આવશું ત્યારે અમને બ્રા પાછી મળશે કે નહીં. તેના માટે અમારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. કેટલીક છોકરીઓ શરમથી રડવા લાગી હતી. એક મહિલા સિક્યુરિટી ગાર્ડે કથિત રીતે તેને પૂછ્યું, “તું કેમ રડે છે?” પરીક્ષા પૂરી થયા પછી સિક્યુરિટી ગાર્ડે ર્નિદયતાથી તેને કહ્યું કે તમારી બ્રા ઉપાડો અને બહાર નીકળો. અમને આ વાત પર ખૂબ જ શરમ આવી હતી. બધી છોકરીઓ બ્રા પહેરવા માટે રાહ જાેઈ રહી હતી. અંધારું હતું અને બદલવાની કોઈ જગ્યા નહોતી. તે ખૂબ જ ભયાનક અનુભવ હતો. જ્યારે અમે પરીક્ષા આપી રહ્યા હતા. ત્યારે અમે અમારા વાળ આગળ રાખ્યા હતા. અમારી પાસે પોતાને ઢાંકવા માટે કોઈ શાલ નહોતી. પરીક્ષાખંડમાં છોકરા-છોકરીઓ બંને હતાં અને તે ખૂબ જ શરમજનક અને અસહજ હતું.” ૧૭ વર્ષની સગીરાના પિતાએ આ કેસ અંગે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવતાં આ કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી. યુવતીના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પુત્રીએ નીટના બુલેટિનમાં આપવામાં આવેલા ડ્રેસ કોડનું પાલન કર્યું હતું. જેમાં અંડરગાર્મેન્ટ્‌સ વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. યુવતીના પિતાએ આરોપ લગાવ્યો હતો કે, આમ છતાં તેને અંડરગાર્મેન્ટ્‌સ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. નીટની પરીક્ષા દરમિયાન છોકરીઓને અંડરગાર્મેન્ટ ઉતારવાની ફરજને લઈને મંગળવારે દક્ષિણ કેરળમાં હિંસક દેખાવો પણ થયા હતા. સાથે જ કોલ્લમમાં પ્રદર્શનકારીઓએ કેટલીક જગ્યાઓ પર તોડફોડ પણ કરી છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *