Kerala

કોરોના વાયરસ પછી હવે આ રોગ તો એવો છે કે ૫ વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં જાેવા મળ્યો

કેરાલા
દુનિયાભરમાં તો હજુ કોરોના વાયરસનો પૂરી થવાની કોઈ આશંકા જાેવા મળી નથી અને ત્યાં તો બીજી નવી નવી બીમારીઓ આવતી જાય છે. ટોમેટો ફ્લૂ એ વળી કઈ બીમારી છે એવું તમારા મનમાં ચોક્કસપણે થતું હશે. આ એક એવો અજાણ્યો તાવ છે જે કેરળ રાજ્યમાં પાંચ વર્ષથી નાની વયના બાળકોમાં જાેવા મળી રહ્યો છે. આ ફ્લૂથી સંક્રમિત થયેલા બાળકોના શરીર પર લાલ રંગના છાલા અને ચકામા જાેવા મળી રહ્યા છે. લાલ લાલ ચકામા જાેવા મળતા હોવાથી તેને ટોમેટો ફ્લૂ કહેવામાં આવી રહ્યો છે. આ બીમારી કેરળના કેટલાક ભાગોમાં જાેવા મળી છે પરંતુ સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવતા કહ્યું છે કે જાે ચેપ રોકવાના નહીં આવે તો વાયરસ ફેલાઈ શકે છે. આ બીમારીના મુખ્ય લક્ષણો શરીર પર લાલ લાલ ચકામા, છાલા, ઉપરાંત ચામડીની બળતરા તથા ડિહાઈડ્રેશન છે. જે બાળકોમાં આ વાયરસનો ચેપ લાગ્યો હોય તેને ભારે તાવ, શરીરનું કળતર, સાંધાનો દુઃખાવો, પેટ ભારે થઈ જવું, જીવ ડોહળાવવો, ઝાડા ઉલ્ટી, ઊધરસ, છીંક તથા નાકનું ગળતર તથા હાથનો રંગ બદલાઈ જવો જેવા લક્ષણો જાેવા મળી શકે છે. જાે તમારા બાળકમાં આમાંથી કોઈ લક્ષણો જાેવા મળે તો તરત ડોક્ટર પાસે લઈ જાઓ. આ ઉપરાંત ધ્યાન રાખો કે સંક્રમિત બાળક તે છાલા કે ચકામાને ખોતરે નહીં. સ્વચ્છતા જાળવવી. ડોક્ટર સમયાંતરે પ્રવાહી લેતા રહેવાની અને આરામ કરવાની પણ સલાહ આપે છેદક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં એક નવા વાયરસની ભાળ મળી છે. જેનું નામ છે ્‌ર્દ્બટ્ર્ઠં હ્લઙ્મે. દુર્લભ ગણાતી આ બીમારીએ રાજ્યમાં અત્યાર સુધીમાં ૫ વર્ષથી ઓછી ઉમરના ૮૦થી વધુ બાળકોને પોતાના ભરડામાં લીધા છે. સંખ્યા હજુ પણ વધી શકે છે. જેને તાવ આવે તે આ બીમારીનો ટેસ્ટ કરાવી રહ્યા છે.

Tomato-Flu-detected-in-Kerala.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *