Kerala

છુટા લેવા માટે લોટરીની ટિકિટ લેતા બન્યો કરોડપતિ

કેરળ
૭૭ વર્ષીય સદાનંદન ઓલીપારમ્બિલ કેરળના કોટ્ટયમના વતની છે. તે કેરળ સરકારની ક્રિસમસ-ન્યૂ યર લોટરી જીતીને ૧૨ કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીતીને ચર્ચામાં છવાયા છે. સદાનંદન છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત લોટરીની ટિકિટો ખરીદતા હતા પરંતુ તેને ક્યારેય લોટરી લાગી ન હતી જાે કે આ વખતે તેમણે બમ્પર ઇનામ જીત્યું છે. સદાનંદનને ૫૦૦ રૂપિયાની છુટા જાેતા હતા આથી સેલ્વાન નામના સ્થાનિક લોટરી વિક્રેતા પાસેથી લોટરી ટિકિટ ખરીદી. બપોરે તને ખબર પડી કે જે છુટા માટે તેણે ટિકિટ ખરીદી હતી તેણે કલાકોમાં તેને કરોડપતિ બનાવી દીધા. સદાનંદન તેમની પત્ની અને બાળકો સાથે કુદયમપાડી પાસે એક નાનકડા મકાનમાં રહે છે. તે વ્યવસાયે ચિત્રકાર છે, કોરોનાકાળમાં તેમનું જીવન મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યુ હતુ. તે કહે છે- હવે હું મારું પોતાનું સરસ ઘર બનાવવા માંગુ છું અને મારા બાળકોનું ભવિષ્ય બનાવવા માંગુ છું. રકમ કેવી રીતે ખર્ચવી તે તેના બે પુત્રો સનીશ અને સંજય સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરશે. અત્યારે તો આ પરિવાર મારે ખુશીના પલ છે.રવિવારની સવાર હતી અને સદાનંદન શાકભાજી લેવા ઘરેથી નીકળ્યા હતા. ૫૦૦ રૂપિયાના છુટા ન હોવાથી. તેણે દુકાનદાર પાસેથી લોટરી લીધી. આ એક પલે સદાનંદની જિંદગી બદલી નાખી. સદાનંદ ઘણા સમયથી લોટરીની ટિકિટ ખરીદતો હતો. પરંતુ તેનું નસીબ ક્યારેય સાથ આપતુ નહોતું. પણ આ વખતે લોટરીની ટિકિટ ખરીદ્યાના થોડા કલાકો પછી જ તેને ખબર પડી કે તેને જેકપોટ લાગ્યો છે. જેની ઈનામી રકમ ૧૨ કરોડ હતી. બસ થોડા કલાકોમાં જ સદાનંદન કરોડો પતિ બની ગયા. કિસ્મત ક્યારે કોને સાથ આપે તેનો નમૂનો હાલ કેરળમાં જાેવા મળ્યો હતો કોરોનાના કપરા સમયમાં એક સામાન્ય પેન્ટર ખરીદી કરવા નીકળ્યો અને ૫૦૦ના છુટાન હોવાથી લોટરી ખરીદી અને એજ દિવસે તેને ખબર પડી કે તે કરોડ પતિ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *